બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 12:33 PM, 6 May 2023
ADVERTISEMENT
સુદાનમાં ગૃહયુદ્ધમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે શુક્રવાર (5 મે)ના રોજ 'ઓપરેશન કાવેરી' અભિયાનનો અંત લાવ્યો છે. વાત જાણે એમ છે કે, ભારતીય વાયુસેનાનું છેલ્લું વિમાન 47 મુસાફરો સાથે સ્વદેશ પરત ફર્યું છે. સૈન્ય અને અર્ધલશ્કરી દળ વચ્ચે હિંસક અથડામણ બાદ સુદાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે 24 એપ્રિલે ઓપરેશન કાવેરી શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે માહિતી આપી હતી કે, શુક્રવારે ભારતીય વાયુસેનાના C130 એરક્રાફ્ટના આગમન સાથે 'ઓપરેશન કાવેરી' દ્વારા 3,862 લોકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેનાએ 17 સોર્ટી ચલાવી હતી અને ભારતીય નૌકાદળે ભારતીયોને પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ લઈ જવા માટે પાંચ ફેરા કરી હતી.
An Indian Air Force C130 J flight carrying 47 passengers has landed in India.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 5, 2023
With this arrival, 3862 persons have been moved out of Sudan through #OperationKaveri.
Prime Minister @narendramodi ’s commitment to ensuring the safety and security of all Indians abroad was our… pic.twitter.com/Ham0Ci3zdh
મદદરૂપ બનેલા દેશનો માન્યો આભાર
જયશંકરે કહ્યું કે, 86 ભારતીયોને સુદાનની સરહદે આવેલા દેશોમાંથી લાવવામાં આવ્યા હતા. તેમણે સુદાનથી લાવવામાં આવેલા ભારતીયોને હોસ્ટ કરવા અને સ્થળાંતર પ્રક્રિયામાં મદદ કરવા બદલ સાઉદી અરેબિયાનો પણ આભાર માન્યો હતો. તેમણે ચાડ, ઇજિપ્ત, ફ્રાન્સ, દક્ષિણ સુદાન, સંયુક્ત આરબ અમીરાત, બ્રિટન, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રનો પણ આભાર માન્યો હતો.
MEA રેપિડ રિસ્પોન્સ સેલની પણ કરી પ્રશંસા
વિદેશ મંત્રીએ કહ્યું, વિદેશમાં તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા અમારી પ્રેરણા છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી.મુરલીધરન બચાવ કાર્યની દેખરેખ માટે સાઉદી અરેબિયામાં હાજર હતા. વિદેશ મંત્રી જયશંકરે આ માટે મુરલીધરનની પ્રશંસા કરી હતી.
ઓપરેશન કાવેરી વિશે વાત કરતા જયશંકરે કહ્યું કે, ઓપરેશન કાવેરીમાં સામેલ તમામ લોકોની ભાવના, મક્કમતા અને હિંમતની કદર કરો. ખાર્તુમ (સુદાન)માં અમારા દૂતાવાસે આ મુશ્કેલ સમયમાં અસાધારણ સમર્પણ દર્શાવ્યું. સાઉદી અરેબિયામાં તૈનાત ટીમ ઈન્ડિયા અને ભારત સાથે સંકલન કરતા MEA રેપિડ રિસ્પોન્સ સેલના પ્રયાસો પ્રશંસનીય હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.