બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / only for 11 months rule of rent agreement in india

તમારા કામનું / 11 મહિનાનું જ કેમ હોય છે ભાડા કરાર? શું મકાન માલિકોને મળે છે ફાયદો

Bijal Vyas

Last Updated: 01:35 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાડા કરાર ક્યારેય એક વર્ષ માટે કરવામાં આવતુ નથી. તે હંમેશા 11 મહિના માટે જ બનાવવામાં આવે છે, જાણો તેની પાછળનું કારણ?

  • ભાડા કરાર ટેમ્પરરી એડ્રેસ પ્રૂફ(Address Proof) તરીકે પણ કામ કરે છે
  • ભાડા કરાર ક્યારેય એક વર્ષ માટે કરવામાં આવતુ નથી
  • 11 મહિના માટે નોટરી રેંટ એગ્રીમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરવો કાયદેસર રીતે માન્ય છે

જ્યારે પણ આપણે ભાડા પર મકાન લઈએ છીએ, ત્યારે ભાડા કરાર(Rent Agreements) કરવાની જરૂર પડે છે. ભાડા કરારમાં ભાડાથી લઈને તમામ પ્રકારની વિગતો લખેલી હોય છે. તે ટેમ્પરરી એડ્રેસ પ્રૂફ(Address Proof) તરીકે પણ કામ કરે છે. ભાડા કરાર ક્યારેય એક વર્ષ માટે કરવામાં આવતુ નથી. તે હંમેશા 11 મહિના માટે જ બનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભાડા કરાર માત્ર 11 મહિના માટે જ કેમ કરવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે?

હકીકતમાં, ભારતીય નોંધણી અધિનિયમ, 1908ની કલમ 17(ડી) હેઠળ, એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરારની નોંધણી કરાવવી ફરજિયાત નથી. આનો અર્થ એ છે કે, મકાન માલિક માત્ર 11 મહિના માટે ભાડા કરાર કરી શકે છે.

Topic | VTV Gujarati

કાનૂનના જાણકારોના મતે, આનું એક મોટું કારણ આપણા દેશના જટિલ કાયદાઓ છે અને મોટાભાગના કાયદા ભાડૂઆતોની તરફેણમાં છે. આવી સ્થિતિમાં, જો મિલકતના માલિકનો કોઈ ભાડૂઆત સાથે વિવાદ હોય અને તે ભાડૂઆત પાસેથી મિલકત ખાલી કરવા માંગે છે, તો તે તેના માટે ખૂબ મુશ્કેલ કાર્ય બની જાય છે.

જો થોડી પણ ભૂલ થાય તો મિલકતના માલિકે પોતાની મિલકત માટે વર્ષો સુધી કાનૂની લડત લડવી પડે છે. તેથી જ ભાડા કરાર 11 મહિના માટે જ કરવામાં આવે છે. રેન્ટ ટેનન્સી એક્ટ(Rent Tenancy Act)માં જો ભાડા અંગે વિવાદ થાય અને મામલો કોર્ટમાં જાય તો કોર્ટને ભાડું નક્કી કરવાનો અધિકાર છે. ત્યારે મકાન માલિક તેનાથી વધુ ભાડું વસૂલી શકે નહીં.

12 નહીં પણ 11 મહિનાનો જ કેમ હોય છે ભાડા કરાર? જાણો શું છે તેની પાછળનું કારણ  | Why is the rental agreement for 11 months and not 12? Know the reason  behind it

આ ઉપરાંત 11 મહિના માટે ભાડા કરાર કરવાનું મુખ્ય કારણ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીથી બચવાનું છે. કારણ કે, જો ભાડા કરાર એક વર્ષથી ઓછો હોય તો તેના પર ચૂકવવાની સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી.

11 મહિના માટે નોટરી રેંટ એગ્રીમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરવો કાયદેસર રીતે માન્ય છે. જો કોઈ વિવાદ હોય, તો આ કરારો પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. આવા ભાડાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રૂ. 100 અથવા રૂ. 200ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ