બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / One more person died of heart attack in Baliadeo area of Vadodara.

અરેરાટી / વડોદરામાં વધુ એક યુવાનનું હાર્ટ ફેઈલ કરતો જીવલેણ હાર્ટ એટેક : હાર્ટ એટેકની ઘટના CCTVમાં થઈ કેદ

Kishor

Last Updated: 08:04 AM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના બળિયાદેવ વિસ્તારમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

  • વડોદરાના પાદરામાં હાર્ટ એટેકથી એક વ્યક્તિનું થયુ મૃત્યુ
  • હાર્ટ એટેક આવ્યાની ઘટના CCTVમાં થઈ કેદ
  • હાર્ટ એટેક આવતા વ્યક્તિ ઘટના સ્થળે ઢળી પડ્યો
  • 45 વર્ષીય દીપક ચૌહાણ નામના વ્યક્તિનું થયુ મૃત્યુ

રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. જેમાં પણ તરુણો અને યુવાનોના આ કાતિલ હાર્ટ એટેક હાર્ટ ફેઈલ કરી રહ્યો છે. તબીબી બાલમ પણ ચિંતામાં છે. તેવામાં વડોદરાના પાદરામાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયાનું સામે આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજું છવાયું છે.

પાદરાના બળિયાદેવ વિસ્તારની હાર્ટ એટેકની ઘટના

વડોદરામાં હાર્ટ એટેક આવ્યાની ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં 45 વર્ષીય દીપક ચૌહાણ હાર્ટ એટેક આવતાની સાથે જ ઘટનાસ્થળે ઢળી પડ્યો હતો. પાદરાના બળિયાદેવ વિસ્તારની હાર્ટ એટેકની ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી ગયા હતા. જ્યા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે હાર્ટ એટેકને પગલે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ છે.

26 વર્ષીય અજય જાદવને આવ્યો હાર્ટ એટેક
બે દિવસ આગાઉ  જ વડોદરાના કારેલીબાગમાં રહેતા અને વડાપાંઉની લારી ચલાવતા 26 વર્ષીય અજય જાદવ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. યુવાનને રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા અજયને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 26 વર્ષીય યુવકનું અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 

હાર્ટ એટેકથી બચવાની 5 રીત 

  • દરરોજ એક્સરસાઈઝ કરો અને પોતાની ફિટનેસ સારી રાખો. 
  • પોષક તત્વોથી ભરપૂર ડાયેટ લો અને જંક ફૂડ અવોઈડ કરો. 
  • સ્મોકિંગ, દારૂ સહિત કોઈ પણ પ્રકારના નશા કરવાથી બચો. 
  • સમય સમય પર પોતાના હાર્ટનું રેગ્યુલર ચેકઅપ જરૂર કરો. 
  • ડાયાબિટીસ, બીપી કે ફેફસાની મુશ્કેલી હોય તો સતર્ક રહો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ