બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / રાજકોટ / On Mother's Day in Rajkot, the mother left a 3-day-old newborn baby girl at the Civil Hospital

રાજકોટ / આ માં એતો આજનો દિવસ લજવ્યો, મધર્સ ડેના દિવસે જ ત્રણ દિવસની બાળકીને અનામી પારણામાં મુકી માતા ફરાર

Dinesh

Last Updated: 03:52 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં મધર્સ ડેના દિવસે કરૂણ ઘટના સામે આવી છે, સિવિલ હોસ્પિટલમાં 3 દિવસની નવજાત બાળકીને અનામી પારણામાં મુકી માતા ફરાર થઈ છે

  • મધર્સ ડેના દિવસે કરૂણ ઘટના સામે આવી
  • રાજકોટમાં નવજાતને મુકી માતા ફરાર
  • સિવિલમાં નવજાતને મુકી માતા થઈ ફરાર


રાજકોટ શહેરમાં આજે વિશ્વ મધર્સ ડેના દિવસે માતાના અલગ અલગ બે સ્વરૂપ જોવા મળ્યા છે. એક મા એ પોતાના પાંચ અંગોનું દાન કરીને પાંચ જિંદગી બચાવી છે તો બીજી તરફ એક માની કુખે જન્મેલી બાળકીને છોડી દેવામાં આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કે ટી શેઠ બાળકોની હોસ્પિટલમાં બાળકીને તરછોડી દેવામાં આવી છે.

બાળકીને સારવાર માટે ખસેડી
બાળકીનો જન્મ થોડા સમય પહેલા જ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાળકીને સિવિલમાં બાળકોની હોસ્પિટલમાં અનામી પારણામાં તરછોડી દેવા આવી હતી. આ ઘટના અંગે સ્થાનિક સિક્યુરિટીએ જણાવ્યું હતું કે, ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ એક ભાઈ આવ્યા હતા અને તેમને આ અનામી પારણામાં પોતાની બાળકીને મૂકી દીધી હતી અને બાદમાં જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ કે ટી શેઠ બાળકોની હોસ્પિટલના સ્ટાફને થતા તેમને તાત્કાલિક આ બાળકીને સારવાર માટે ખસેડી હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી આ ઉપરાંત ડોક્ટર નર્સ સહિતના સ્ટાફ દ્વારા બાળકીની દેખરેખ પણ કરવામાં આવી રહી છે. 

પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટના સામે આવતા જ સૌ કોઈ લોકોમાં બાળકી પ્રત્યે દયાની ભાવના છે તો બાળકીના માતા-પિતા પ્રત્યે ધૃણાની લાગણી પણ લોકોમાં જોવા મળતી રહી છે. સૌ કોઈ બાળકીને લઈને ચિંતા કરતા જોવા મળી રહ્યાં છે તેમજ માતા-પિતા સામે ફટકાર વ્યાપી છે. જો કે, સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ