બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / On Camera, Dalit Man Beaten With Slippers In UP. Village Head Arrested

શરમજનક / VIDEO : યુપીના સરપંચનો અમનાવીય ચહેરો, ઘેર બોલાવીને યુવાનને ફટકાર્યો, વાયરલ વીડિયો બાદ જેલભેગો

Hiralal

Last Updated: 03:05 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મુઝઝ્ફરનગરમાં એક સરપંચે દલિત યુવાનની જાહેરમાં ચંપલ લઈને પીટાઈનો વીડિયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી છે.

  • યુપીના મુઝફ્ફરનગરમાં સરપંચ શૈતાન બન્યાં 
  • દલિત યુવાનની ચંપલથી કરી પીટાઈ
  • વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કરી ધરપકડ

યુપીના મુઝફ્ફરનગરમાં એક અમાનવીય ચહેરો સામે આવ્યો છે. મુઝફ્ફરનગરમાં એક સરપંચે પોતાના ઘરમાં બોલાવીને દલિત યુવાનની ચંપલથી પીટાઈ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેને આધારે પોલીસ સરપંચ સહિતના બીજા કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં પરંતુ દલિત યુવાનને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. 

વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો 
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ દલિત યુવકને ચપ્પલથી માર મારવાના આરોપમાં બે લોકો પર કેસ નોંધવામાં આવ્યો હતો, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, દલિત વ્યક્તિ દિનેશ કુમાર (27)ને તાજપુરના ગામના સરપંચ શક્તિ મોહન ગુર્જર અને રીટા નાગલા ગામના પૂર્વ ગામના વડા ગજે સિંહે ચપ્પલથી માર માર્યો હતો, જેમણે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પોલીસે એસસી /એસટી કાયદા હેઠળ કેસ દાખલ કર્યો 
પોલીસ અધિક્ષક (શહેર) અર્પિત વિજયવર્ગીયએ પત્રકારોને જણાવ્યું હતું કે બંને વ્યક્તિઓ સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને એસસી /એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગામના વડા શક્તિ મોહનની પોલીસે ધરપકડ કરી લીધી છે અને બીજા આરોપીની શોધખોળ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

ઘટનાનો ભારે વિરોધ 
આ ઘટનાના વિરોધમાં દલિત સમાજના સભ્યો સાથે ભીમ આર્મીના કાર્યકરોએ છપર પોલીસ સ્ટેશનની બહાર ધરણાં કર્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ