બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / omega 3 fatty acids for nerve strengthening know diet

હેલ્થ ટિપ્સ / નસોને બનાવવી છે મજબૂત? તો આજથી જ આહારમાં સામેલ કરો આ ચીજ, મળશે અનેક બીમારીઓથી રાહત

Arohi

Last Updated: 12:32 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Tips: સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર નસોને મજબૂત બનાવવા માટે લાઈફસ્ટાઈલ અને ડાયેટ સારી રાખવી જરૂરી છે. નિષ્ણાંતોએ જોયું કે જો તમે ઓમેગા-3 ફેટી એસિડનું સેવન કરો છો તો તે નસોની મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક છે.

  • શરીરની નસોને મજબૂત કરે છે આ આહાર
  • ઘણી બીમારીઓ પણ થશે દૂર 
  • ડાયેટમાં આજે જ કરો શામેલ 

નસોમાં કમજોરીની સમસ્યા આખા શરીરમાં લોહીના ભ્રમણને પ્રભાવિત કરી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે બધી ઉંમરના લોકોને આ ઉપાય કરતા રહેવાની જરૂર છે. ઘણી એવી સ્થિતિઓ છે જે તમારી નસોમાં કમજોરીનું કારણ બની શકે છે. 

દુર્ઘટના, પડી જવા પર કે પછી રમતમાં ઈજાના કારણે નસ ખેંચાઈ જાય છે અથવા તો તેમાં ઈજા થાય છે. તેના ઉપરાંત અમુક સ્થિતિઓ જેવી કે ડાયાબિટીસ, ગુઈલેન-બેરી સિંડ્રોમ અને કાર્યલ ટનલ સિંડ્રોમના કારણે પણ નસોમાં કમજોરી કે તેનાથી સંબંધિત સમસ્યાઓ વધવાનો ખતરો થઈ શકે છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર નસોને મજબૂત બનાવવા માટે લાઈફસ્ટાઈલ અને ડાયેટ સારી રાખવી જરૂરી છે. નિષ્ણાંતોએ જોયું કે જો તમે ઓમેગા-3 ફેટી એસિડનું સેવન કરો છો તો તે નસોની મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક છે. 

ઓમેગા-3થી મજબૂત થાય છે નસો 
ઓમેગા-3 આપણા શરીર માટે કેવી રીતે લાભકારી છે. તેને જાણવા માટે કરવામાં આવેલા અભ્યાસમાં સંશોધકોએ જાણ્યું કે આ નસોની સમસ્યાઓને ઓછી કરવામાં તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. 

નિષ્ણાંતોની ટીમે જાણ્યું કે ઓમેગા-3 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ સ્વસ્થય તંત્રિઓના વિકાસ અને ભોજનમાં મદદ કરે છે. નસોને મજબૂત બનાવવા માટે તેનું સેવન કરવું ફાયદાકારક છે. 

ચિયા અને ફ્લેક્સ સીડ્સ 
ઓમેગા-3 ફેટી એસિડ પ્રાપ્ત કરવા માટે ડાયેટમાં અમુક પ્રકારના સીડ્સને સામેલ કરવા ખાસ લાભકારી હોઈ શકે છે. તેમાં ચિયા અને ફ્લેક્સ સીડ્સ મહત્વના છે. ચિયા સિડ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ઓમેગા-3 માટે પણ ફાયદાકારક છે. 

આ રીતે અળસીના બીજ અલ્ફા લિનોલેનિક એસિડનું ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. પોતાના આહારમાં અળસીના બીજને સામેલ કરવાથી પાચન સ્વાસ્થ્યમાં સુધાર, હૃદય રોગના જોખમને ઓછુ કરવા અને ત્વચા-વાળને સ્વસ્થ્ય રાખવામાં પણ મદદ મળી શકે છે. 

અખરોટ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
અખરોટ ખૂબ જ પૌષ્ટિક હોવાની સાથે ફાઈબર-ઓમેગા-3થી ભરપૂર હોય છે. તેમાં મોટી માત્રામાં કોપર, મેંગનીઝ અને વિટામિન-ઈ જેવા પોષક તત્વ પણ મળી આવે છે. અખરોટ મસ્તિષ્ક અને હૃદય રોગોના જોખમોને ઓછુ પણ કરી શકાય છે. 

સોયાબીનથી મળી શકે છે લાભ 
સોયાબીન ફાઈબર અને વનસ્પતિ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેનાથી શરીર માટે જરૂરી ઓમેગા-3 મળી રહે છે. સોયાબીન, રાઈબોફ્લેવિન, ફોલેટ, વિટામિન કે, મેગ્નેશિયમ અને પોટેશિયમ સહિત અન્ય પોષક તત્વોનો પણ સારો સ્ત્રોત છે. નસોને સ્વસ્થ્ય રાખવા માટે સોયાબીનના સેવનથી લાભ મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ