બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / odi wc 2023 virat kohli millions of fans are standing behind you and cheering for your success

ODI WC 2023 / 'ફેન્સનું સમર્થન અમારી માટે...', વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલીએ જીતને લઇ આપ્યું મોટું નિવેદન

Manisha Jogi

Last Updated: 12:09 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2011માં ભારતીય ટીમે આ ટ્રોફી પોતાને નામ કરી હતી. આ મેગા ઈવેન્ટ બાબતે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ જણાવ્યું છે કે, ‘તે મેગા ઈવેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશિશ કરશે.’

  • ભારતીય ક્રિકેટ ટીમની વન ડે વર્લ્ડ કપ જીતવાની તૈયારી
  • વર્ષ 2011માં ભારતીય ટીમે આ ટ્રોફી પોતાને નામ કરી હતી
  • કોહલીએ કહ્યું 'ફેન્સનું સમર્થન અમારા માટે...'

એશિયા કપ 2023નો ખિતાબ જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ વન ડે વર્લ્ડ કપ જીતવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2011માં ભારતીય ટીમે આ ટ્રોફી પોતાને નામ કરી હતી. આ મેગા ઈવેન્ટ બાબતે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ જણાવ્યું છે કે, ‘તે મેગા ઈવેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશિશ કરશે.’ વર્લ્ડ કપની 5 ઓક્ટોબરથી શરૂઆત થશે અને આ વર્ષે ભારત તેની મેજબાની કરી રહ્યું છે. ભારતીય ટીમને ફેન્સનું સંપૂર્ણ સમર્થન મળશે. 

ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલી પણ આ ટીમનો હિસ્સો હતા, ત્યારપછી વર્ષ 2015 અને વર્ષ 2019માં રમવામાં આવેલ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી. વિરાટ કોહલીએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, અમારા માટે ફેન્સનું સમર્થન એ જીતવા માટે સૌથી મોટી પ્રેરણા છે. 

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ બાબતે જણાવ્યું કે, ‘ફેન્સનો જોશ અને સમર્થન આ ટ્રોફી જીતવા માટે પ્રેરિત કરે છે. વર્ષ 2011માં મળેલ ઐતિહાસિક જીત ફેન્સ આજે પણ યાદ કરી રહ્યા છે. આ વર્ષે નવી યાદો બનાવવા માંગીએ છીએ. હું આ અભિયાનનો હિસ્સો બનીને ખૂબ જ ખુશ છું. અમે ફેન્સના સપનાને સાકાર કરવા માટે સર્વશ્રેષ્ટ પ્રદર્શન કરવાની કોશિશ કરીશું.’

વર્ષ 2023માં વિરાટ કોહલીનું પ્રદર્શન
વન ડે વર્લ્ડ કપ બાબતે વિરાટ કોહલીનું પ્રદર્શન મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. વર્ષ 2023માં વિરાટ કોહલીનું વન ડે મેચમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એશિયા કપમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચમાં 122 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ વર્ષે કોહલીએ અત્યાર સુધીમાં 12 ઈનિંગમાં 55.60ની સરેરાશથી 556 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેમણે 3 સદી ફટકારી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ