બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Observation of Special Court in Naroda Massacre Case

અવલોકન / 'નરોડા પાટિયા અને ગામ હત્યાકાંડનો સમય એક, તો બંન્ને સ્થળે આરોપીઓ એકસાથે કઈ રીતે હાજર રહી શકે': કોર્ટ

Malay

Last Updated: 02:14 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Naroda Gam Massacre: નરોડા હત્યાકાંડ કેસ મામલે સ્પેશ્યલ કોર્ટે જણાવ્યું કે નરોડા પાટિયા અને નરોડા ગામ હત્યાકાંડ એક જ સમયે થયો હતો. તો બન્ને જગ્યાએ આરોપીઓ હાજર કઈ રીતે હાજર હોય.

 

  • નરોડા હત્યાકાંડ કેસમાં કોર્ટનું અવલોકન
  • આરોપી બે જગ્યાએ એક સમય હાજર ન રહી શકે
  • ફરિયાદી પક્ષ કાવતરું સાબિત ન કરી શક્યો
  • 11 લોકોને જીવતા સળગાવ્યાના નથી મળ્યા પુરાવા

ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનારા નરોડા ગામ હત્યાકાંડ કેસમાં ભાજપના પૂર્વ મંત્રી માયાબેન કોડનાની, બાબુ બજરંગી સહિતના તમામ 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સીટના સ્પેશ્યલ જજ શુભદા કૃષ્ણકાંત બક્ષીએ 1728 પાનાનો ઐતિહાસિક ચૂકાદો જાહેર કર્યો હતો. ત્યારે આ ચુકાદામાં સ્પેશ્યલ કોર્ટે અવલોકન કર્યું છે. 

...નથી મળ્યા કોઈ પુરાવાઃ સ્પેશ્યલ જજ
સ્પેશ્યલ જજે ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું છે કે, નરોડા પાટિયા અને નરોડા ગામ હત્યાકાંડ એક જ સમયે થયો હતો. તો બંન્ને જગ્યાએ આરોપીઓ કઈ રીતે હાજર હોય. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, ફરિયાદી પક્ષ કાવતરું સાબિત કરી શક્યો નથી. 11 લોકોને જીવતા સળગાવ્યા હોવાના પુરાવા મળ્યા નથી. 

નરોડા ગામ હત્યા કેસના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
ગોધરાકાંડ બાદ નરોડા ગામમાં 11 વ્યક્તિઓની હત્યા થઈ હતી. જે હત્યા કેસમાં માયાબેન કોડનાની, જયદીપ પટેલ સહિત 86 લોકો સામે કેસ નોંધાયો હતો. ત્યારે ગત ગુરુવારે (20 એપ્રિલ, 2023) સ્પેશ્યલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસનાં સ્પેશ્યલ જજ એસ બક્ષીએ ચુકાદો સંભળાવ્યો હતો. ચુકાદો આવતા જ આરોપીઓ હર્ષનાં આંસુ સાથે કોર્ટ સંકુલ બહાર નીકળ્યા હતા. 21 વર્ષ બાદ ગુરુવારે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સ્પેશ્યલ કોર્ટમાં 7 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો.

શું હતો કેસ?
નરોડા ગામ હત્યાકાંડનો કેસ ગોધરા કાંડ પછીના 9 મુખ્ય રમખાણ કેસ પૈકીનો 1 છે. ગોધરાકાંડ બાદ નરોડા ગામ ખાતે લઘુમતી સમાજના 11 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 82 લોકો વિરુદ્ધ ટ્રાયલ ચલાવવાઇ. ગુજરાત સરકારમાં ભાજપના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. માયાબેન કોડનાની પણ આ કેસમાં આરોપી હતા. 27 ફેબ્રુઆરીના ગોધરાકાંડ બાદ બંધ દરમિયાન 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા પાટિયા પાસે આવેલા નરોડા ગામમાં 11 મુસ્લિમોની હત્યા થઈ હતી અને પોલીસ ફરિયાદમાં 49 લોકો પર તેનો આરોપ હતો.

કોણ કોણ હતા આરોપીઓ?

સમીર હસમુખભાઈ પટેલ 
ખુશાલ પુંજાજી સોલંકી 
ઉકાજી ઉર્ફે બચુજી બાબાજી ઠાકોર 
દિનેશકુમાર ઉકાજી ઉર્ફે બચુભાઈ ઠાકોર 
બળદેવભાઈ પ્રહલાદભાઈ ઠાકોર 
ચંદુજી ઠાકોર 
અજય રમણલાલ ખેતરા ધોબી 
સુનિલ ઉર્ફે ચંકી ગોપાલભાઈ નાયર 
દિનેશકુમાર રમણલાલ પટેલ 
નવીનભાઈ પ્રવીણભાઈ કડિયા 
રામસિંગ ઠાકોર 
ભરત રામસિંગ ઠાકોર 
નરેશ ઉર્ફે વિજીયો બાબુભાઈ મકવાણા દરજી
રિતેશ ઉર્ફે પોંચ્યા દાદા બાબુભાઈ વ્યાસ
અજય બચુભાઈ ઠાકોર
રમણભાઈ પ્રહલાદભાઈ ઠાકોર 
નગીન પ્રતાપભાઈ ઠાકોર
મનુભાઈ પુનાભાઈ ઠાકોર 
રમેશભાઈ ભલાભાઇ ઠાકોર 
કિસન ખૂબચંદ કોરાણી
રાજકુમાર ઉર્ફે રાજુ ગોપીમલ ચોમલ
પદ્મેન્દ્રસિંહ ઉર્ફે પીજે જશવંતસિંહ રાજપુત
બાબુ ઉર્ફે બાબુ બજરંગી રાજાભાઈ પટેલ
રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે કબુતર મોહનલાલ પરમાર
મિતેશ ગીરીશભાઈ ઠક્કર
વિનોદ ઉર્ફે વિનુ પહેલરામ ચેતવાણી
હરેશ પારસરામ રોહેરા
પ્રદીપભાઈ ઉર્ફે બેન્કર કાંતિલાલ સંઘવી 
વલ્લભભાઈ કુબેરભાઈ પટેલ 
વિષ્ણુજી પોપટજી ઠાકોર 
હંસરાજ પન્નાલાલ માળી 
પ્રભુભાઈ ઉર્ફે ધૂમ ભુપતજી ઠાકોર
જગદીશભાઈ રમણભાઈ પ્રજાપતિ 
હરેશ ઉર્ફે હર્ષદ રમણલાલ સોની 
રાજેશભાઈ કિશોરભાઈ ભીખાભાઈ દરજી 
અશ્વિનકુમાર કનૈયાલાલ જોશી 
રાજેશ ઉર્ફે રાજુ નટવરલાલ પંચાલ 
પ્રવીણ કુમાર હરિભાઈ મોદી 
વિક્રમભાઈ ઉર્ફે ટીનીઓ મણીલાલ ઠાકોર
અશોકભાઈ ચંદુભાઈ સોની 
જગદીશભાઈ ચીમનલાલ પટેલ 
દિનેશભાઈ કચરાભાઈ પટેલ 
શાંતિલાલ વાલજીભાઈ પટેલ 
ગિરીશભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ 
રમણભાઈ વ્યાસ 
સંજય પીન્ટુ ચેનલ વાળો કનુભાઈ વ્યાસ
ભીખાભાઈ ઉર્ફે હિંમતભાઈ જગાભાઈ પટેલ (ઢોલરીયા)
સુનિલ ઉર્ફે સુરેશ સનાભાઇ પટેલ 
રાકેશકુમાર મંગળદાસ પંચાલ 
પ્રદ્યુમન બાલુભાઈ પટેલ
અનિલ કુમાર ઉર્ફે ચુંગી પ્રહલાદભાઈ પટેલ
પ્રકાશભાઈ ઉર્ફે પકાભાઈ રમેશચંદ્ર ભાટીયા 
વિજય કુમાર દશરથભાઈ ત્રિવેદી
નિમેષ ઉર્ફે શ્યામુ બિપીનચંદ્ર પટેલ
પંકજકુમાર મહેન્દ્રભાઈ પરીખ
વીરભદ્રસિંહ સામંતસિંહ ગોહિલ (પોલીસ ઇન્સ્પેક્ટર)
ડોક્ટર માયાબેન સુરેન્દ્રભાઈ કોડનાની
ડોક્ટર જયદીપભાઇ અંબાલાલ પટેલ
મુકેશ બાબુલાલ વ્યાસ
રાકેશભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વ્યાસ
સંજયભાઈ રમણભાઈ વ્યાસ
ભીખાભાઈ ઉર્ફે ભીખાભાઈ ઘંટીવાળા સોમાભાઈ પટેલ
મહેશકુમાર ઉર્ફે માયાભાઇ નટવરલાલ પંચાલ
મણિલાલ મોહનજી ઠાકોર 
જગદીશભાઈ ઉર્ફે જગો રિક્ષાવાળો ચુનીલાલ ચૌહાણ
બિરજુ ભાઈ રમેશચંદ્ર પંચાલ
ગોવિંદજી ઉર્ફે ગોવો છનાજી ઠાકોર
અશોકભાઈ રમેશભાઈ પંચાલ 
પ્રમુખ ભાઈ ત્રિકમદાસ પટેલ
અશોકભાઈ ઉર્ફે અશોક સાહેબ ગોવિંદભાઈ પટેલ
જીતેન્દ્ર ઉર્ફે જીતુ મુખી રમણભાઈ પટેલ
ફુલાભાઈ શંકરભાઈ વ્યાસ
અરવિંદભાઈ ઉર્ફે કા ભાઈ શાંતિલાલ પટેલ
મુકેશ ઉર્ફે લાલો મોહનલાલ પ્રજાપતિ 
કનુભાઈ રતિલાલ વ્યાસ 
વિપુલભાઈ નટવરભાઈ પરીખ (પટેલ)
નીતિનકુમાર વિનોદ રાય દેવરૂખકર
વિનુ માવજીભાઈ કોળી (ચૌહાણ)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ