બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / OBC card of Congress in Gujarat after Rajasthan? Will the demand for a budget proportionate to the population not divide the society?

મહામંથન / રાજસ્થાન બાદ ગુજરાતમાં કોંગ્રેસનું OBC કાર્ડ? વસતિના પ્રમાણમાં બજેટની માગ સમાજમાં ભાગલા નહી થાય?

Vishal Khamar

Last Updated: 09:45 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન બાદ ગુજરાતમાં કોંગ્રેસ ફરી OBC કાર્ડનો મુદ્દો ઉછાળી રહી છે. OBC માટે ગુજરાત કોંગ્રેસ એક મેચ પર આવ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા OBC ની માંગ છે. તો શું OBC સમાજ વાસ્તવિક રીતે કોંગ્રેસની સાથે છે ખરો?

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લાંબા સમયથી અટકેલી છે જેનું કારણ OBC અનામતનો મુદ્દો છે.   OBC અનામતને રાજકીય પક્ષો બહુ મોટા હથિયાર તરીકે દાયકાઓથી વાપરતા આવ્યા છે. ફરી એકવાર રાજ્યમાં ઓબીસી અનામતની માંગ, જાતિ આધારીત વસતિ ગણતરી અને વસતિના આધારે જે તે નિગમને ગ્રાંટ ફાળવણીની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી.  કોંગ્રેસ ભલે પોતાના આંદોલનને સામાજિક આંદોલન ગણાવે પરંતુ જે આંદોલનમાં રાજકીય પક્ષ સામેલ થાય તે વાત કે તે વિચાર રાજકીય રંગ પકડ્યા વગર રહેતો નથી. 

  • ગુજરાતમાં ફરી OBC અનામતનું રાજકારણ ચર્ચામાં
  • કોંગ્રેસે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે ધરણા કર્યા
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા OBC અનામતનો મુદ્દો ચર્ચામાં

આ પહેલા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતની અમલવારી અંગે વિપક્ષના નિશાને રાજ્ય સરકાર રહી જ છે. ત્યારે સરકાર મોટેભાગે તર્ક આપે છે કે સ્થાનિક સ્વરાજમાં કેન્દ્ર અને સુપ્રીમકોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે જે કામ થવું જોઈએ તે સરકાર કરી રહી છે. આમ પણ દેશમાં જાતિ આધારીત વસતિ ગણતરીની માંગ લાંબા સમયથી ઉઠી રહી છે પણ દરેક રાજકીય પક્ષ તેનો ઉપયોગ સગવડતા પ્રમાણે કરવા માંગે છે અને કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પાયાનો પ્રશ્ન એટલો છે કે જે તે સમાજની વસતિના આધારે જો બજેટની ફાળવણી થઈ કે જેની કોંગ્રેસ માંગ કરી રહી છે તો પછી સમાજમાં ભાગલા નહીં પડે તેની શું ખાતરી.. જેની વસતિ વધારે તેનું બજેટ વધારે એ તર્ક કેટલો બંધ બેસે છે?, કોંગ્રેસ OBC માટેના સ્વાભિમાન ધરણાને સામાજિક આંદોલન તરીકે ભલે ઓળખાવે પરંતુ OBC સમાજ વાસ્તવિક રીતે કોંગ્રેસની સાથે છે ખરો?, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત માટેના પંચે આખરે શું કામગીરી કરી.

  • કોંગ્રેસ લાંબા સમયથી OBC અનામતની માંગ કરી રહ્યું છે
  • આ પહેલા OBC સમાજની પણ વિવિધ મુદ્દાની ચર્ચા માટે બેઠક થઈ હતી
  • OBC સમાજને અનામત અંગે આયોગના રિપોર્ટ અંગે પણ રાજકારણ

ગુજરાતમાં ફરી OBC અનામતનું રાજકારણ ચર્ચામાં છે. કોંગ્રેસે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે ધરણા કર્યા હતા. તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા OBC અનામતનો મુદ્દો ચર્ચામાં હતો. કોંગ્રેસ લાંબા સમયથી OBC અનામતની માંગ કરી રહ્યું છે. આ પહેલા OBC સમાજની પણ વિવિધ મુદ્દાની ચર્ચા માટે બેઠક થઈ હતી. OBC સમાજને અનામત અંગે આયોગનાં રિપોર્ટ અંગે પણ રાજકારણ ચાલી રહ્યું છે. 

  • ગુજરાતમાં તાત્કાલિક જાતિ આધારીત વસતિ ગણતરી કરવી
  • સરકારના બજેટમાંથી OBC સમાજ માટે 27% રકમ ફાળવવી
  • ખર્ચની દેખરેખ માટે કમિટિ બનાવવી

કોંગ્રેસની માંગ શું છે?
કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે, ગુજરાતમાં તાત્કાલિક જાતિ આધારીત વસતિ ગણતરી કરવી. તેમજ સરકારનાં બજેટમાંથી OBC સમાજ માટે 27 ટકા રકમ ફાળવવી અને ખર્ચની દેખરેખ માટે કમિટિ બનાવવી.  SC, ST, OBC, લઘુમતિ સમાજ માટે વસતિ આધારીત બજેટની ફાળવણી કરવામાં આવે. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા બેઠક OBC માટે અનામત રાખવી. સહકારી સંસ્થાઓમાં SC, ST, OBC  માટે અનામત બેઠક રાખવી.  

  • SC, ST, OBC, લઘુમતિ સમાજ માટે વસતિ આધારીત બજેટની ફાળવણી
  • સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 27% બેઠક OBC માટે અનામત રાખવી
  • સહકારી સંસ્થાઓમાં SC, ST, OBC માટે અનામત બેઠક રાખવી

2021-2022 મુજબ કેટલી રકમ મળી? 

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
14.71 કરોડ
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
25.25 કરોડ
ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ
7.50 કરોડ
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
14.90 કરોડ
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
7.49 કરોડ
ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમ
16.15 કરોડ
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
26.09 કરોડ
ગુજરાત વિચરતી અને વિમુક્તિ જાતિ વિકાસ નિગમ
8.49 કરોડ

ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ

457.05 કરોડ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્થિતિ શું?

  • 7 હજાર જેટલી ગ્રામપંચાયતની ચૂંટણી બાકી
  • 75 નગરપાલિકાઓની ચૂંટણી બાકી
  • બે જિલ્લા પંચાયતમાં વહીવટદારનું શાસન
  • 22 તાલુકા પંચાયતમાં વહીવટદારનું શાસન

ભારતમાં અનામતની વ્યવસ્થા 

SC
15%
ST
7.50%
OBC
27%
EWS
10%

જાતિગત વસતિ ગણતરી  

સમર્થનમાં તર્ક 

  • વાસ્તવિક આંકડા સામે આવશે
  • સરકારની કલ્યાણકારી યોજનાઓનો યોગ્ય લોકોને ફાયદો મળશે

જાતિગત વસતિ ગણતરી

વિરોધમાં તર્ક 

  • સમાજમાં ભાગલા પડશે
  • OBCની વસતિ વધુ નિકળી તો વધુ અનામતની માંગ ઉઠી શકે છે

2018માં રાજનાથસિંહે જાતિ આધારીત વસતિ ગણતરીની વાત કરી હતી
રાજનાથસિંહે કહ્યું હતું કે 2021માં સરકાર જાતિ આધારીત વસતિ ગણતરી કરાવશે
જો કે કેન્દ્ર સરકારે જાતિ આધારીત વસતિ ગણતરીનો ઈન્કાર કર્યો હતો

કેન્દ્ર સરકારનું વલણ શું છે?
 2018માં રાજનાથસિંહે જાતિ આધારીત વસતિ ગણતરીની વાત કરી હતી. રાજનાથસિંહે કહ્યું હતું કે, 2021 માં સરકાર જાતિ આધારીત વસતિ ગણતરી કરાવશે.  જો કે કેન્દ્ર સરકારે જાતિ આધારીત વસતિ ગણતરીનો ઈન્કાર કર્યો હતો. જુલાઈ 2022 માં કેન્દ્ર સરકારે લોકસભામાં બંધારણની જોગવાઈનો હવાલો આવ્યો હતો. સરકારે કહ્યું હતું કે, બંધારણીય જોગવાઈ મુજબ SC, ST  ની વસતિનાં આંકડા જારી થઈ શકે છે. તેમજ સરકારે OBC ની વસતિનાં આંકડા જાહેર કરવાની જોગવાઈ ન હોવાનું કહ્યું હતું.

  • રાજસ્થાન સરકારે રાજ્યમાં જાતિગત વસતિ ગણતરીની જાહેરાત કરી
  • રાજસ્થાન સરકારે OBC અનામત 21%થી વધારીને 27% કરવાનું નક્કી કર્યું
  • સાથોસાથ મૂળ OBC માટે અલગથી 6% અનામતની જાહેરાત કરી
  • આ સાથે જ રાજસ્થાનમાં કુલ અનામત 70% થયું

રાજસ્થાન સરકારનો નિર્ણય શું હતો?
રાજસ્થાન સરકારે રાજ્યમાં જાતિગત વસતિ ગણતરીની જાહેરાત કરી. જે બાદ રાજસ્થાન સરકારે OBC અનામત 21 ટકા થી વધારીને 27 ટકા કરવાનું નક્કી કર્યું. સાથે સાથે મૂળ OBC માટે અલગથી 6 ટકા અનામતની જાહેરાત કરી. આ સાથે જ રાજસ્થાનમાં કુલ અનામત 70 ટકા થયું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ