બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / nursing student caught affair with golgappa wala friendship on social media video viral

ચેતજો / પાણીપુરીવાળાએ મેડિકલની યુવતીને મિત્રતામાં ફસાવી કર્યો રેપ, બાદમાં અશ્લીલ વીડિયો કર્યો વાયરલ

Premal

Last Updated: 01:46 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના નાગપુરમાં ખાનગી હોસ્પિટલની બહાર પાણીપુરી વેચનાર એક યુવકે સોશિયલ મીડિયા દ્વારા એક યુવતી સાથે મિત્રતા કરી. મૂળ મધ્ય પ્રદેશમાં રહેતી યુવતી જયપુરના પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાંથી નર્સિગ કરી રહી છે. બંને વચ્ચે મિત્રતા થયા બાદ એકબીજાને મળવા લાગ્યા. આ દરમ્યાન યુવકે નર્સિગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરી અશ્લિલ વીડિયો બનાવ્યો.

  • પાણીપુરીવાળાએ નર્સિગ યુવતી સાથે મિત્રતા કરી આચર્યુ દુષ્કર્મ
  • યુવતી સાથે દુષ્કર્મ આચરી અશ્લિલ વીડિયો બનાવ્યો
  • આરોપીએ વોટ્સએપ ગ્રુપમાં યુવતીના અશ્લિલ વીડિયો વાયરલ કર્યા

યુવતી સાથે મિત્રતા કરી દુષ્કર્મ આચર્યુ

મધ્ય પ્રદેશના દેવાસમાં રહેતા અમિતેષ કુમાર વિશ્વકર્માએ ઈન્સ્ટાગ્રામ દ્વારા જયપુરની એક મેડિકલ કોલેજમાંથી નર્સિગ કરી રહેલી યુવતી સાથે મિત્રતા કરી હતી. મિત્રતા થયા બાદ યુવકે યુવતીને દેવાસ બોલાવી હતી અને એક હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ. પછી થોડા દિવસો બાદ આ યુવક જયપુર આવ્યો અને જયપુરના સિંધી કેમ્પ સ્થિત હોટલમાં 4 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ.

આરોપીએ યુવતીના મોબાઈલમાંથી કોન્ટેક્ટ નંબર લઇ લીધા

આરોપી યુવકે પીડિત નર્સિગ વિદ્યાર્થીનીના સોશિયલ મીડિયા એકાઉન્ટના બારકોડને સ્કેન કર્યુ હતુ. વિદ્યાર્થીનીના મોબાઈલમાં સેવ કરેલા દરેક કોન્ટેક્ટ નંબર પોતાના એકાઉન્ટ પર શેર કર્યા. ત્યારબાદ આરોપીએ પીડિત યુવતીના કોન્ટેક નંબરનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. આ દરમ્યાન આરોપી યુવક અને વિદ્યાર્થીની વચ્ચે શાબ્દિક ચર્ચા છેડાઈ. ત્યારબાદ આરોપીએ વોટ્સએપ ગ્રુપમાં યુવતીના અશ્લિલ વીડિયો વાયરલ કરી દીધા.

પોલીસે કરી આરોપીની ધરપકડ

ચંદવાજી પોલીસ સ્ટેશનમાં પીડિત યુવતીએ આરોપી વિરુદ્ધ કેસ નોંધાવ્યો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ  જિતેન્દ્ર ગંગવાનીએ મહારાષ્ટ્રના નાગપુરમાં એક ખાનગી હોસ્પિટલની બહાર પાણીપુરીની લારી ચલાવનારા આરોપી અમિતેષની ધરપકડ કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ