બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Now the controversy of placing Lord Ganesha on the lap of Swaminarayan

માફી પત્ર / હવે ભગવાન ગણેશજીને સ્વામિનારાયણના ખોળામાં બેસાડતા વિવાદ, અંતે આવ્યો માફી માંગવાનો વારો,જાણો શું છે સમગ્ર મામલો

Vishal Khamar

Last Updated: 04:32 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરનાં લુણાવાડામાં ભગવાન ગણેશજીને સ્વામિનારાયણ ભગવાનનાં ખોળામાં બેસાડી નાના દેખાડાતા વિવાદ ઉભો થયો છે. આ બાબતે મીડિયાકર્મી કવરેજ કરવા જતા સ્થાનિકોએ મીડિયા કર્મીઓ પર હુમલો કરી ઝપાઝપી કરી હતી. બાદમાં તેઓ દ્વારા મીડિયા કર્મીઓની માફી માંગી હતી.

  • લુણાવાડામાં ગણેશજીને સ્વામિનારાયણનાં ખોળામાં બેસાડી નાના દેખાડતા વિવાદ
  • મીડિયાકર્મી કવરેજ કરવા જતાં સ્થાનિકોએ મીડિયાકર્મીઓ પર કર્યો હુમલો
  • મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા તાત્કાલિક સ્વામી મહારાજનું સ્ટેચ્યું હટાવાયું

 મહીસાગરનાં લુણાવાડામાં વિવિધ જગ્યાએ વિધ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે દરેક પંડાલ ખાતે સવાર તેમજ સાંજનાં સુમારે ગણેશજીની આરતી,  થાળ તેમજ ગણેશ ધૂન કરવામાં આવે છે. લુણાવાડામાં સ્વામિનારાયણ ભગવાનનાં ખોળામાં ગણેશજીને બેસાડતા વિવાદ ઉભો થવા પામ્યો છે.

ભગવાન ગણેશને સ્વામિનારાયણ કરતા નાના બતાવાયા 

ગણેશજી સ્વામિનારાયણના ખોળામાં બેસાડી નાના દેખાડાતાં વિવાદ
મહીસાગરનાં લુણાવાડામાં ફરી સ્વામિનારાયણને લઈ વિવાદ વકરે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.  લુણાવાડા છપય્યા ધામ બહાર ગણેશ મહોત્સવ દરમિયાન શહજાનંદ સ્વામી મહારાજ અને ગણપતિનું વિવાદિત પોસ્ટર લગાવેલ હતું.  જેમાં ભગવાન ગણેશજીને સ્વામિનારાયણ કરતા નાના બતાવાયા છે. તેમજ ગણેશજી સ્વામિનારાયણનાં ખોળામાં બેસાડી નાના દેખાડાતા વિવાદ ઉભો થયો છે. જે અંગેનાં સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ તેઓ દ્વારા વિવાદિત પોસ્ટર તેમજ ગણપતિની મૂર્તિ પાછળનું શહજાનંદ સ્વામી મહારાજનું સ્ટેચ્યું પણ હટાવી લીધું હતું. જેથી વિવાદ વધે નહી. 

કાછીયા જ્ઞાતિ સમાજ દ્વારા માફી પત્ર લખી આપ્યો
વિવાદિત પોસ્ટર બાબતે મીડિયા કર્મીઓ કવરેજ કરવા ગયા હતા. જે દરમ્યાન કાછીયા સમાજનાં યુવાનો અને મહિલાઓએ મીડિયા કર્મીઓ સાથે દુરવ્યવહાર કર્યો હતો અને જપાજપી કરી હતી. જે બાબતે કાછીયા સમાજનાં પ્રમુખ દ્વારા લેખિતમાં મીડિયા કર્મી સાથે થયેલ દુરવ્યવહાર બદલ સમાજનાં આગેવાનો દ્વારા માફી પત્ર લખી આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ