બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Now even judges are not safe: 2 judges injured in fatal attack by bike-borne miscreants in Bihar

ક્રાઈમ / હવે જજ પણ નથી સુરક્ષિત: બિહારમાં બાઇક પર આવેલા બદમાશોએ જીવલેણ હુમલો કરતા 2 જજ ઘાયલ

Vishal Khamar

Last Updated: 07:27 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના રોહતાસ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડી રાતે બાઇક પર આવેલા બે બદમાશોએ સિવિલ કોર્ટના બે જજ પર હુમલો કરી જીવલેણ હુમલો કર્યો હતો.

  • બિહારમાં આરોપીઓએ કાર સાથે બાઈક અથડાવી બે જજને ફટકાર્યા
  • મોડી રાત્રે સિવિલ કોર્ટના બે જજ પર જીવલેણ હુમલો
  • પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

બિહારના રોહતાસ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડી રાતે બાઇક પર આવેલા બે બદમાશોએ સિવિલ કોર્ટના બે જજ પર હુમલો કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન બંને જજ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યાર બાદ આ શખ્સોએ તેમની કારમાંથી રોકડ સહિત ઘણી વસ્તુઓ લૂંટી લીધી હતી. બુધવારે બે જજ પર હુમલો કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.
 સિવિલ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કેસ નોંધાવ્યો
આ ઘટના સાસારામ મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારની બેડા કેનાલ પાસે બની હતી. મુફસિલ પોલીસ સ્ટેશનના એસએચઓ રિઝવાને જણાવ્યું કે જિલ્લા મુખ્યાલય સાસારામ ખાતેની સિવિલ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રામચંદ્ર પ્રસાદે આ કેસ નોંધાવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું કે આ ઘટના મંગળવારે બની હતી. રાતે જ્યારે તેઓ દેવેશ કુમાર સાથે તેમની ખાનગી કારમાં મુસાફરી કરી રહ્યા હતા.
મોટર સાયકલ ચાલકે જજની કારને ટક્કર મારી
જજની ફરિયાદ મુજબ તેમની કાર ઊભી હતી ત્યારે મોટરસાઇકલે તેને ટક્કર મારી હતી, જેના કારણે જજની કારને નુકસાન થયું હતું. આ દરમિયાન જ્યારે બંને જજે વિરોધ કરતાં બાઇકચાલકે બે લોકોને ઠપકો આપ્યો ત્યારે તેમણે રસ્તાની બાજુમાંથી વાંસના થાંભલા ઉપાડ્યા અને તેમના પર હુમલો કર્યો હતો.
પોલીસને જોઈ હુમલાખોર સ્થળ પરથી ભાગી ગયા
એસએચઓએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. પીડિત ન્યાયાધીશે આરોપ લગાવ્યો કે આરોપીએ તેમનું પર્સ ચોરી લીધું હતું, જેમાં તેમના ૭૦૦૦ રૂપિયા રોકડા હતા.
આ ઘટના પછી પીડિત મેજિસ્ટ્રેટ રામચંદ્ર પ્રસાદે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રાજારામ સિંહ અને શાંતનુ નામના બે બાઇક પર સવાર હુમલાખોરોની ધરપકડ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ