બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Now be ready Ahmedabadi! Four days of heavy rain forecast

હવામાન અપડેટ / હવે તૈયાર રહેજો અમદાવાદીઓ! ચાર દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, પવન પણ ફૂંકાશે

Priyakant

Last Updated: 03:55 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Monsoon Forecast News: વાવાઝોડાની અસર અમદાવાદમાં વર્તાશે અને હજુ ચાર દિવસ ગાજવીજ સાથેના તોફાની વરસાદમાં ભીંજાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે

  • અમદાવાદીમાં હજી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી 
  • સ્ટ્રીટલાઇટના તમામ થાંભલા સુરક્ષિતઃ હજુ પણ ભારે પવન ફૂંકાશે
  • જૂનના છેલ્લા અઠવાડિયાથી ચોમાસું સત્તાવાર રીતે શરૂ થવાની શક્યતા

અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડાના કારણે ગઈ કાલે હજારો અમદાવાદીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. ચોરે ને ચૌટે લોકો વાવાઝોડાની વાતો કરતા હતા. આજે પણ સવારથી ટીવી સામે લોકો ગોઠવાઈ ગયા છે. બિપોરજોય વાવાઝોડાથી ગઈ કાલે શહેરમાં ભારે વરસાદ તો નહોતો પડ્યો, પરંતુ તોફાની પવન ફૂંકાયો હતો. જોકે આ વાવાઝોડું જખૌ ખાતે ત્રાટકીને હવે ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં તેની અસર અમદાવાદમાં વર્તાશે અને હજુ ચાર દિવસ ગાજવીજ સાથેના તોફાની વરસાદમાં ભીંજાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે. જૂનના છેલ્લા અઠવાડિયાથી અમદાવાદમાં ચોમાસું સત્તાવાર રીતે શરૂ થવાની શક્યતા છે.

બિપોરજોય વાવાઝોડાના કારણે ગઈ કાલનો આખો દિવસ લોકોએ ભારે ઉચાટમાં પસાર કર્યો હતો. આજે પણ આ વાવાઝોડાની અસર     થવાની હોઈ લોકોએ ભારે પવન સાથેના તોફાની વરસાદથી સાચવવું પડશે. બિપોરજોય વાવાઝોડાથી અમદાવાદના તમામ બે લાખ સ્ટ્રીટ લાઇટના થાંભલા સુરક્ષિત રહ્યા હતા એટલે એક પણ વિસ્તારમાં લોકોને અંધારપટ સહેવો પડ્યો નહોતો. જોકે અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયાં હતાં. 

ગુજરાત માટે હજુ 24 કલાક 'ભારે': ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ધીમી  ધારે વરસાદ, ખેડૂતોની હાલત કફોડી | The weather in some parts of the state  has changed due to ...
File Photo

શહેરમાં 34 ઝાડ પડવાની ફરિયાદ
ટાગોર હોલ ખાતેના મ્યુનિ. મોન્સૂન કન્ટ્રોલરૂમમાં ગઈ કાલ સાંજના 04:00 વાગ્યાથી આજે સવારના 06:00 વાગ્યા સુધીમાં કુલ 34 ઝાડ પડવાની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે 5 જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં, જેમાં 5 ઉત્તર ઝોન, 1-1-1 પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં વરસાદી પાણી ભરાઈ જવાની ફરિયાદ તંત્રને મળી હતી. ગઈ કાલ સાંજથી આ ફરિયાદના પગલે તંત્રના કર્મચારીઓએ કેચપિટનાં ઢાંકણાં ખોલીને તેનો નિકાલ કર્યો હતો. આજે પણ બિપોરજોય વાવાઝોડાની અસર રહેવાની હોઈ તમામ શાળાને બંધ રખાઈ છે. તમામ મ્યુનિ.બગીચાઓ પણ બંધ રખાયા છે. સાબરમતી રિવરફ્રન્ટ, અટલબ્રિજ અને કાંકરિયા લેકફ્રન્ટ પણ મુલાકાતીઓ માટે બંધ રહેવાના છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha
File Photo

હવામાનની શું છે આગાહી ? 
સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે, હજુ 4 દિવસ એટલે કે આજથી તા. 19 જૂન સુધી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આજે શહેરમાં 25થી 35 કિમીની ઝડપ ધરાવતા પવન ફૂંકાવાની આગાહીના પગલે સવારથી તેજ ગતિવાળા પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને વાહન ચલાવવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. અમદાવાદમાં સોમવાર, 19 જૂન સુધી તો ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, પરંતુ 20, 21 અને 22 જૂન એમ આ 3 દિવસ પણ શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે એટલે શુક્રવાર તા.23 જૂનથી શહેરનું આકાશ સ્વચ્છ બનશે.

પોલીસનાં સંકલનથી મ્યુનિ. તંત્રએ ફરજ બજાવી
અમદાવાદ શહેર પોલીસ દ્વારા બિપરજોય વાવાઝોડાના સંકટ સમયે ખડેપગે કામગીરી કરાઈ હતી. ગઈ કાલે પોલીસતંત્રએ નાગરિકો માટે જોખમી બને તેવાં હોર્ડિંગ્સથી મ્યુનિશિપલ તંત્રને માહિતગાર કર્યું હતું. ઉપરાંત વરસાદી પાણી ભરાવાનાં સ્થળોથી પણ મ્યુનિશિપલ તંત્રને વાકેફ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ