બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Now a 2000 crore liquor scam has come to Chhattisgarh

પર્દાફાશ / હવે છત્તીસગઢમાં સામે આવ્યું 2000 કરોડનું દારુ કૌભાંડ, કોંગ્રેસ નેતાના ભાઈની ધરપકડ, EDની તપાસ

Kishor

Last Updated: 05:06 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી દારુ કાંડ બાદ હવે છત્તીસગઢમાંથી 2000 કરોડનું દારુ કૌભાંડ બહાર આવતા EDના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

  • છત્તીસગઢમાં પણ દારૂ કૌભાંડ પ્રકાશમાં આવ્યું
  • 2000 કરોડના દારૂ કાંડનો પર્દાફાશ
  • આરોપી અનવર ઢેબર ચાર દિવસ ED ની કસ્ટડીમાં

દેશભરમા ગાજી રહેલા દિલ્હીના શરાબ કૌભાંડ બાદ હવે છત્તીસગઢમાં પણ દારૂ કૌભાંડ પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. છત્તીસગઢના રાજકીય આગેવાનો અને નોકશાહીના સહકારથી આ સમગ્ર કથિત કૌભાંડ ચાલતું હોય તેવા આરોપ લાગી રહ્યા છે. EDએ કોંગ્રેસ શાસિત રાજ્યમાં રૂ. 2000 કરોડના દારૂ કાંડનો પર્દાફાશ કરી પ્રકરણમા સંડોવાયેલ મુખ્ય આરોપી અનવર ઢેબરને દબોચી લીધો છે. જે હાલ ચાર દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં પૂછપરછ હેઠળ છે.

દારૂ કૌભાંડની રાવ ઉઠતા આગાઉ ED દ્વારા માર્ચ માસમાં તપાસ હાથ ધરી કથિત કૌભાંડમાં અનેક લોકોના નિવેદનો લીધા હતા. તપાસ બાદ 2019 અને 2022 વચ્ચે 2000 કરોડ રૂપિયાના મોટા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ"ના પુરાવા એકત્રિત કર્યા હોવાનો એજન્સીનો દાવો કર્યો હતો. બાદમાં સત્તાવાર નિવેદન જારી કરી  EDએ કહ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અનવર ઢેબરના નેતૃત્વમાં એક સિન્ડિકેટ ટોળકી છત્તીસગઢ રાજ્યમાં કામ કરી રહ્યું હતું. જે અનવર ઢેબર ઉપરાંત તમામ આરોપીઓ પર રાજ્યના ટોચના રાજકારણીઓ અને અમલદારોના આશીર્વાદ હોવાનું પણ કહ્યું હતું.


રાજ્યના નોકરિયાતો અને નેતાઓ પણ EDના રડાર

ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનવરે કૌભાંડ માટે વિશાળ નેટવર્ક બનાવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ છત્તીસગઢમાં વેચાતી દારૂની દરેક બોટલમાંથી ગેરકાયદે રૂપિયા ઉસેડવાનો હતો. હવે આ પ્રકરણમાં સંડોવાયેલ ઘણા કોંગ્રેસ શાસિત રાજ્યના નોકરિયાતો અને નેતાઓ પણ EDના રડાર પર છે. દારૂમાંથી મળતી આવક (આબકારી જકાત) રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

ત્રણ પેટર્ન મુજબ ચાલતી હતી સમગ્ર ચેઇન
ઇડીએ તપાસની ચાંચ ડૂબાવતા બહાર આવ્યું કે રાજ્યમાં ત્રણ અલગ-અલગ પેટર્નમા આ કૌભાંડ આચરવામાં આવતું હતું. પ્રથમ પેટર્નમાં દારૂના પ્રકાર પર કમિશન લેવામાં આવ્યું હતું. બીજી પેટર્ન એવી છે કે અનવર ઢેબરે અન્ય લોકો સાથે મળી સરકારી દુકાનોમાંથી જ દેશી દારૂનું વેચાણ શરૂ કરાવી નાખ્યું હતું.પરિણામે થતી કમાણીનો એક પણ રૂપિયો જમા કરાવ્યા વિના પોતે રાખતો હતો. તથા ત્રીજી પેટર્ન એવી હતી કે વાર્ષિક કમિશન જ લઇ લેવામાં આવતું હતું. જે માસ્ટર ડિસ્ટિલર્સ દ્વારા ડિસ્ટિલરી લાઇસન્સ અને CSMCL ની બજાર ખરીદીનો નક્કી કરેલો હિસ્સો મેળવવા માટે ચુકવણી કરવામાં આવતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ