બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Novak Djokovic wins Open champion for third time

ફ્રેન્ચ ઓપન 2023 / નોવાક જોકોવિચે રચ્યો ઈતિહાસ, ત્રીજી વખત ફેંચ ઓપન ચેમ્પિયન, રેકોર્ડબ્રેક 23મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો

Kishor

Last Updated: 11:18 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેંચ ઓપન ચેમ્પિયનમાં નોવાક જોકોવિચે રેકોર્ડબ્રેક 23મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

  • સર્બિયાઈ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ઇતિહાસ રચી દીધો
  • ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ પોતાને નામ કર્યો

ફ્રેન્ચ ઓપન 2023નો ખિતાબ જીતીને સર્બિયાઈ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ઇતિહાસ રચી દીધો છે. આજે  રવિવારે (11 જૂન) ના રોજ રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જોકોવિચે નોર્વેના કેસ્પર રુડને 7-6, 6-3, 7-5થી હાર અપાવીને  ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ પોતાને નામ કરી હતી. જોકોવિચની ગ્રાન્ડ સ્લેમની આ 34મી ફાઈનલ હતી, તો રુડની કારકિર્દીની આ ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતી. જોકે રુડ હજુ સુધી એક પણ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી શક્યા નથી!

અત્યાર સુધીમાં સૌથી વધુ 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત
આ ટાઈટલ જીતવાની સાથે જ જોકોવિચે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવામાં સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલને પણ પાછળ છોડી હરાવી દીધો છે. જોકોવિચે અત્યાર સુધીમાં સૌથી વધુ 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી યશસ્વી પ્રદર્શન કર્યું છે. તો બીજી બાજુ નડાલનાએ પણ 22 ગ્રાન્ડ સ્લેમ પોતાને નામે કર્યા છે. તે જ રીતે 3 નંબર પર સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરનું નામ છે. જેણે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.

 

ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડનમાં જોકોવિચનો જયકાર રહ્યો હતો. અત્યાર સુધીની કારકિર્દીમાં 10 વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતવામાં તેમનું નામ જોડાયું છે. વધુમાં 7 વિમ્બલ્ડન ટાઇટલ જીત્યા. જ્યારે ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન ટુર્નામેન્ટમાં 3-3 ચેમ્પિયન રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ