બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Notice to 42 shops of crackers market without fire safety in Vadodara

કાર્યવાહી / વડોદરામાં ફાયર સેફ્ટી વિનાની ફટાકડા બજારની 42 દુકાનોને નોટિસ, 7 જ દિવસમાં નિયમનું પાલન કરવા સખ્ત આદેશ

Dhruv

Last Updated: 08:44 AM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ફાયર સેફ્ટી કે ફાયરની મંજૂરી વિનાની ફટાકડા બજારની 42 દુકાનોને નોટિસ ફટકારાઇ. જો સેફ્ટીની વ્યવસ્થા નહીં કરાય તો 7 દિવસ બાદ બજાર બંધ કરાવાશે.

  • વડોદરામાં ફાયર સેફ્ટી વિનાની ફટાકડાની 42 દુકાનોને નોટિસ
  • ફાયર બ્રિગેડની ટીમોએ ચેકિંગ કરી દુકાનોને નોટિસ ફટકારી
  • 7 જ દિવસની અંદર નિયમનું પાલન કરવા સખ્ત આદેશ

દિવાળીના પર્વને લઇને રાજ્યના કેટલાક શહેરોમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે વડોદરામાં દિવાળીપુરાની ફટાકડા બજારની દુકાનોને નોટિસ અપાઇ છે. ફાયર સેફ્ટી વગર જ પતરાના શેડ મારી 42 દુકાનો ઊભી કરાતા કોર્પોરેશને નોટિસ ફટકારી હતી. ફાયર સેફ્ટી કે ફાયરની મંજૂરી વગર જ આ લોકો દુકાનોએ ચાલુ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ ચેકિંગ કરી નોટિસ ફટકારી છે. સેફ્ટીની વ્યવસ્થા નહીં કરાય તો 7 દિવસ બાદ બજાર બંધ કરાવાશે.

વડોદરામાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી

ઉલ્લેખનીય છે કે, દિવાળીના આડે હવે ગણતરીના દિવસ જ બાકી રહી ગયા છે. દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. આ દરમિયાન વડોદરા જિલ્લામાં દિવાળીના પર્વને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ કમિશનરે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે.

21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધીનું અમલમાં રહેશે જાહેરનામું

ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં. PESO સંસ્થા માન્ય ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. આ જાહેરનામું 21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધીનું અમલમાં રહેશે.

રાજકોટ અધિક કલેક્ટરનું જાહેરનામું

આ ઉપરાંત રાજકોટ અધિક કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. અધિક કલેક્ટર કે.બી ઠક્કર દ્વારા પ્રદુષણ રોકવા માટે નિર્ણય લેવાયો છે.

ઓનલાઇન ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો

આ સાથે જ અધિક કલેક્ટરના જાહેરનામામાં ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે રાખી શકાશે નહીં અથવા વેચાણ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરાશે. 

આ જાહેરનામું 9 નવેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે

રાજકોટ અધિક કલેક્ટરના જાહેરનામા મુજબ, નેશનલ હાઈવે - 8(બી) પર આવેલા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તથા મેટોડા જી.આઈ.ડી.સી વિસ્તારની 500 મીટરની હદમાં તથા જ્વલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં દારૂખાનું કે ફટાકડા ફોડવા નહીં. આ ઉપરાંત હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર,  શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અહીં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.  આ જાહેરનામું 9 નવેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે. 

અમદાવાદ પોલીસ કમિશનરે પણ બહાર પાડ્યું જાહેરનામું

નોંધનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ દિવાળીના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ શહેરમાં રાત્રિના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદૂષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. સાથે જ ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ