બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Not Virat or Shami, Rohit praised this player, said- he lived up to our expectations..

World Cup 2023 / વિરાટ કે શમી નહીં, રોહિતે કર્યા આ ખેલાડીના વખાણ, કહ્યું- અમારી અપેક્ષાઓ પર ખરો ઉતર્યો..

Megha

Last Updated: 02:53 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગમાં શુભમન ગીલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી.

  • ટીમ ઈન્ડિયા શ્રીલંકાને 302 રનથી હરાવી સેમિફાઈનલમાં પંહોચી 
  • અમારું લક્ષ્ય પહેલા સેમિફાઈનલ અને ફાઈનલ જીતવાનું 
  • શ્રેયસ અય્યર કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર - રોહિત શર્મા 

ટીમ ઈન્ડિયાએ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રનથી હરાવીને વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.આ જીતમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગે બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગમાં શુભમન ગીલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા. 

અમારું લક્ષ્ય પહેલા સેમિફાઈનલ અને ફાઈનલ જીતવાનું 
રોહિતે મેચ બાદ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે અમે સત્તાવાર રીતે સેમિફાઇનલમાં પહોંચ્યા છીએ. જ્યારે અમે ચેન્નાઈમાં શરૂઆત કરી ત્યારે અમારું લક્ષ્ય પહેલા સેમિફાઈનલ અને પછી ચોક્કસપણે ફાઈનલ માટે ક્વોલિફાય કરવાનું હતું.અમે જે રીતે સાત મેચ રમ્યા તે ખૂબ જ સારી રહી છે અને બધાએ પૂરતા પ્રયત્ન કર્યો છે.” 

ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની ત્રિપુટીએ શ્રીલંકાના બેટ્સમેનોને ઘૂંટણિયે પડવા પર મજબૂર કર્યા હતા. જો કે મેચ બાદ આ બધા ખેલાડીઓમાંથી રોહિત શર્માએ એક ખેલાડીના વખાણ કર્યા હતા. 

શ્રેયસ કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર
રોહિત શર્માએ કહ્યું, 'શ્રેયસ ખૂબ જ મજબૂત ખેલાડી છે અને તેણે ક્રિઝ પર આવીને તે કર્યું જે તે માટે જાણીતો છે અને અમે તેની પાસેથી એવી જ અપેક્ષા રાખીએ છીએ. શ્રેયસે બતાવ્યું કે તે કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે. ભારતીય બોલરોએ પણ ટુર્નામેન્ટમાં કેટલાક ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમના બેટ્સમેનોના પ્રયાસોને મદદ કરી હતી.' સાથે જ  રોહિત તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં પોતાના બોલરોનું દમદાર પ્રદર્શન જોઈને ખુશ હતો.

મેચમાં ભારતે 357 રન બનાવ્યા હતા
શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. ભારતીય ટીમે શુભમન (92), વિરાટ કોહલી (88) અને શ્રેયસ અય્યર (82)ની અડધી સદીના આધારે નિર્ધારિત 50 ઓવરની રમતમાં 7 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ મેચમાં પોતાની સદી ચૂકી ગયા પરંતુ તે પછી સ્કોર 350 રન સુધી પહોંચી ગયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ