બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 'Not to be PM'? Walking in front and meeting PM Modi spends light moments with children

કર્ણાટક / VIDEO : 'PM નથી બનવું'? સામે ચાલીને મળતાં PM મોદીએ બાળકો સાથે વિતાવી હળવી પળો, એકે તો જબરું કહ્યું

Vishal Khamar

Last Updated: 12:24 AM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકની મુલાકાત દરમિયાન કલબુર્ગીમાં બાળકોને મળ્યા હતા. પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ આગળ શું બનવા માંગે છે?

  • વડાપ્રધાન કર્ણાટકની મુલાકાત દરમ્યાન બાળકોને મળ્યા
  • બાળકોને પૂછ્યું તેઓ આગળ શું બનવા માંગે છે?:વડાપ્રધાન
  • મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લામાં રોડ શો યોજાયો

 કર્ણાટક ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી મંગળવારે (2 મે) કલબુર્ગીમાં રોડ શો પહેલા બાળકોને મળ્યા હતા. બાળકોને મળતી વખતે તે રમુજી અંદાજમાં જોવા મળ્યા હતા.
બાળકોને પૂછ્યું કે તેઓ શું બનવા માગે છે? : વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને તેમની આંગળીઓ વડે અનેક આકાર બનાવવા કહ્યું. જે બાળકોએ કરીને બતાવ્યું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ શું બનવા માગે છે? તેના પર એક બાળકે જવાબ આપ્યો કે તે ડોક્ટર બનવા માંગે છે અને બીજાએ કહ્યું કે તે પોલીસ બનવા માંગે છે.

રોડ શો દરમિયાન લોકોએ હાથ હલાવીને અભિવાદન કર્યું
આ પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે શું તમને વડાપ્રધાન બનવાનું મન નથી થતું તો એક છોકરાએ કહ્યું કે તે તમારા જેવા બનવા માંગે છે. તમને જણાવી દઈએ કે રોડ શો દરમિયાન તેમણે રસ્તાની બંને બાજુ ઉભેલા ઉત્સાહી લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.
મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લામાં રોડ શો યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લા કલબુર્ગીમાં એક મોટો રોડ શો યોજ્યો હતો. ખડગેએ મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા અને તેમના ધારાસભ્ય-પુત્ર અને પૂર્વ મંત્રી પ્રિયંક ખડગેએ તેમનાં વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી. જેનાં થોડા દિવસો બાદ તેમનો રોડ શો થયો.
વડાપ્રધાને શણગારેલ વાહનમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું
સુશોભિત ખુલ્લા વાહનમાં સવાર થઈને પીએમ મોદીએ ભાજપની કેસરી ટોપી પહેરી હતી. અને ગળામાં પીળી શાલ લપેટી હતી. તેમની સાથે કલબુર્ગીના બીજેપી સાંસદ ઉમેશ જાધવ અને કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી ભગવંત ખુબા પણ હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ