બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Not linked PAN-Aadhar within Rs.1000? So now there will be a loss of 6 thousand on filling the IT return

કામની વાત / રૂ.1000ના ચક્કરમાં PAN-Aadhar લિંક નથી કરાવ્યું? તો હવે IT રિટર્ન ભરવા પર થશે 6 હજારનું નુકસાન, જાણો કઇ રીતે

Priyakant

Last Updated: 08:38 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Return News: જો એકવાર પાન કાર્ડ નકામું થઈ જશે તો તમે ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરી શકશો નહીં, જેમાં આવકવેરા રિટર્ન ભરવાથી લઈને બેંકમાંથી નાણાંની લેવડદેવડ સુધીની દરેક બાબતોનો થાય છે સમાવેશ

  • પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાને લઈ મોટા સમાચાર 
  • પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરાવ્યું હોય તો પાન નકામું થઈ જશે
  • જો PAN કાર્ડ નિષ્ક્રિય છે તો 31 જુલાઈ પહેલા ITR ફાઇલ કરી શકશો નહીં

જો તમે 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરાવ્યું હોય તો તમારું પાન કાર્ડ નકામું થઈ જશે. વાત જાણે એમ છે કે, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા સરકાર દ્વારા અનેક વાર ટાઈમલાઇન આપવામાં આવી હતી. જોકે હવે જો એકવાર પાન કાર્ડ નકામું થઈ જશે તો તમે ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરી શકશો નહીં. આમાં આવકવેરા રિટર્ન ભરવાથી લઈને બેંકમાંથી નાણાંની લેવડદેવડ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. 

જો PAN કાર્ડ નિષ્ક્રિય છે તો તમે 31 જુલાઈ પહેલા ITR ફાઇલ કરી શકશો નહીં. આનું કારણ એ છે કે, આવકવેરાની સમયમર્યાદા એક મહિના કરતાં ઓછી બાકી છે અને પાન કાર્ડને સક્રિય કરવામાં મહત્તમ 30 દિવસનો સમય લાગશે. જો પાન કાર્ડ હાલમાં નિષ્ક્રિય છે, તો દંડ ચૂકવ્યા પછી તેને ફરીથી સક્રિય કરી શકાય છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી PAN કાર્ડ સક્રિય ન થાય ત્યાં સુધી ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ચૂકી જવાની સંભાવના છે. 

File Photo

અંતિમ તારીખ પછી ITR કેવી રીતે ફાઇલ કરવું ?  
જો તમે 31મી જુલાઈ સુધી ITR ફાઇલ નહીં કરો તો તમારે લેટ ITR ફાઇલ કરવી પડશે. તેને વિલંબિત ITR કહેવામાં આવે છે. આ અંતર્ગત કરદાતાઓએ પેનલ્ટી સાથે ITR ફાઈલ કરવાની રહેશે. આ કિસ્સામાં જો 31 જુલાઈ પછી પાન કાર્ડ સક્રિય થાય છે તો તમારે વિલંબિત ITR ફાઇલ કરવી પડશે. આનો અર્થ એ છે કે, તમારે PAN કાર્ડ એક્ટિવેટ કરાવવા અને વિલંબિત ITR માટે પેનલ્ટી ચૂકવવી પડશે. 

File Photo

કેટલો દંડ થશે ? 
જો કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે વિલંબિત ITR ફાઇલિંગ માટે 5,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. જો તમારું PAN હાલમાં નિષ્ક્રિય છે તો તમારે 5,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડી શકે છે. અને તમારા PAN ને આધાર સાથે લિંક કરવા પર 1000 રૂપિયાનો દંડ છે. આ કિસ્સામાં કુલ 6 હજાર રૂપિયા ફી ભરવાની રહેશે. જોકે જો તમારી કુલ આવક રૂ.5 લાખથી વધુ ન હોય તો લેટ આઇટીઆર ફાઇલ કરવા માટે રૂ.1,000ની લેટ ફી લાગુ પડશે. એટલે કે 6 હજાર રૂપિયાના બદલે તમારે માત્ર 2 હજાર રૂપિયા ચૂકવવા પડશે. 

જો દંડ ચૂકવવામાં આવ્યો હોય તો..... 
જો તમે PAN અને આધારને લિંક કરવા માટે દંડ ચૂકવી દીધો હોય તો જ તમે ITR ફાઇલ કરી શકશો. મતલબ કે જો તમે PAN અને આધારને લિંક કરવા માટે 30 જૂન સુધી દંડ ચૂકવ્યો હોય તો જ તમને પાનને આધાર સાથે લિંક કરવાની મંજૂરી આપવામાં આવશે. આવકવેરા વિભાગના ટ્વીટ મુજબ જો લિંક કરવા માટેનો દંડ 30 જૂન સુધીમાં ચૂકવવામાં આવ્યો હોય અને PAN લિંક ન કરાવ્યું હોય તો તે વિભાગ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ