બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'No senior-junior in the team, just...', Gautam Gambhir gives KKR the mantra to become IPL champions

ક્રિકેટ / 'ટીમમાં કોઇ સીનિયર-જૂનિયર નહીં, બસ...', ગૌતમ ગંભીરે KKRને આપ્યો IPL ચેમ્પિયન બનવાનો મંત્ર

Vishal Khamar

Last Updated: 02:46 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થશે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ મેચ રમાશે. તો KKRની પ્રથમ મેચ 23 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાશે, એવામાં ઈડન ગાર્ડનમાં KKRનો કેમ્પ શરૂ થઈ ગયો છે.

IPL 2024ની સીઝન માટે કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટોર ગૌતમ ગંભીર ગુરુવારે કોલકાતા પહોંચ્યા, જ્યાં ચાહકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. અહીંયા ગંભીરે કહ્યુ હતુ કે કોલકાતા તેનું બીજું ઘર છે.ગંભીરે તેની પ્રથમ સ્પીચમાં પ્લેયર્સને જણાવ્યુ હતુ કે તેમના માટે ટૂર્નામેન્ટની શરૂઆત આજથી જ શરૂ થઈ રહી છે.

ગંભીરે પોતાની પ્રથમ સ્પીચમાં પ્લેયર્સનો આભાર વ્યક્ત કરીને જણાવ્યુ હતુ કે દરેક પ્લેયર એ વાતનું ધ્યાન રાખે કે તે સૌથી સફળ ફ્રેન્ચાઈજીઓ પૈકીના એક ફ્રેન્ચાઈજીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આપણા માટે સીઝનની શરૂઆત આજથી જ થઈ રહી છે. ફીઝિકલી હોય કે મેન્ટલી આપણે ચેમ્પિયન બનવાનો હર સંભવ પ્રયાસ કરીશું. ગંભીરે પ્લેયર્સોને તેમનો એટીટ્યુડ જાળવી રાખવાનું પણ કહ્યુ હતુ.આ સિવાય તેની સ્પીચમાં KKRના પ્લેયર્સનો જૂસ્સો વધારતા કહ્યુ હતુ કે આપણને એ વાતનું ગૌરવ હોવુ જોઈયે કે આપણે એક સફળ ફ્રેન્ચાઈજી તરફથી રમી રહ્યા છીયે.

KKRના પ્લેયર્સને સંબોંધતા ગંભીરે એમ પણ કહ્યુ હતુ કે મારી પ્રથમ પ્રાથમિકતા ખેલાડીઓની આઝાદી છે. જે લોકો મારી સાથે રમી ચૂક્યા છે તેઓ સારી રીતે જાણે છે કે હુ ટીમમાં દરેકને સમાન રાખવાનો હીમાયતી છુ. મારી મેન્ટોરશીપમાં કોઈ સીનીયર કે કોઈ જૂનિયર નથી દરેક એક સમાન છે. આપણી ફ્રેન્ચાઈજી માટે આપણે તમામ જોર લગાવાનું છે.આપણું મિશન માત્ર IPL જીતવાનું છે.

વધુ વાંચોઃ ફરીવાર IPL યોજાશે ભારત બહાર? BCCIનો આ દેશમાં રમાડવાનો છે પ્લાનિંગ

ઉલ્લેખનીય છે કે 23 માર્ચે KKRની પ્રથમ મેચ હૈદરાબાદ સામે રમાવાની છે. KKRના મેન્ટોર તરીકે ગંભીરનું આગમન થયુ છે. અગાઉ ગંભીરની કેપ્ટનશીપમાં KKRની ટીમ બે વખત IPLની ચેમ્પીયન પણ બની છે. ગત સીઝનમાં ગંભીર લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટોર હતા પરંતુ આ વખતે મેન્ટોર તરીકે KKRમાં તેમની પસંદગી થઈ છે. ગત સિઝનમાં KKRનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યુ નહોતું.   KKR છ મેચ જીતી હતી અને આઠમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી KKRની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ