બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Will IPL be held again outside India BCCI is planning to play in this country

IPL 2024 / ફરીવાર IPL યોજાશે ભારત બહાર? BCCIનો આ દેશમાં રમાડવાનો છે પ્લાનિંગ

Megha

Last Updated: 11:57 AM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલનો બીજો ભાગ દુબઈમાં યોજાવાની સંભાવના છે, એવામાં IPL 2024ને લઈને એક અપડેટ સામે આવી છે.

IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 22 માર્ચથી શરૂ થઈ રહી છે અને લોકસભા ચૂંટણીના કારણે અત્યાર સુધી BCCIએ માત્ર 21 મેચોનું જ શેડ્યૂલ જાહેર કર્યું છે. જોકે, હવે એવી અટકળો ચાલી રહી છે કે IPLની ચૂંટણીને કારણે દુબઈ પણ શિફ્ટ થઈ શકે છે. શું ખરેખર આવું થવાનું છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. 

માત્ર RCB જ નહીં, IPLની આ બે ટીમ પણ રહી ચૂકી છે અનલકી, 16 વર્ષમાં એક પણ  ટ્રોફી નથી જીતી શકી | Not only RCB, these two IPL teams have also been

શું IPLનો બીજો ભાગ દુબઈમાં યોજાશે?
છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલનો બીજો ભાગ દુબઈમાં યોજાવાની સંભાવના છે કારણ કે ચૂંટણી અને આ ટુર્નામેન્ટની તારીખો એક બીજા સાથે ટકરાશે. એવામાં હવે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે ત્યારપછી બીસીસીઆઈ નિર્ણય લેશે કે આઈપીએલને દુબઈમાં શિફ્ટ કરવી જોઈએ કે નહીં. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં, બીસીસીઆઈના કેટલાક ટોચના અધિકારીઓ દુબઈમાં આઈપીએલના બીજા ભાગનું આયોજન કરવામાં આવે તો કેવી રીતે કરવું એ માટે દુબઈ પણ પંહોચી ગયા છે. 

IPL 2024 ઓક્શનમાં આ 5 ખેલાડીઓ પર લાગશે સૌથી મોટી બોલી! મળશે કરોડો રૂપિયા,  ત્રીજું નામ ચોંકાવી દેશે | IPL 2024 auction top 5 players pat cummins  travid head mitchell starc

છેલ્લા થોડા સમયથી મીડિયામાં એવા અહેવાલો છે કે કેટલીક IPL ટીમોએ તેમના ખેલાડીઓને તેમના પાસપોર્ટ સોંપવા માટે કહ્યું છે. જાણીતું છે કે વર્ષ 2014માં પણ સામાન્ય ચૂંટણીઓને કારણે IPLનો પ્રથમ ભાગ પણ સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEમાં યોજાયો હતો. બીસીસીઆઈએ આઈપીએલના પ્રથમ ભાગનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં 21 મેચોનો સમાવેશ થાય છે, આ શેડ્યૂલની અંતિમ મેચ લખનૌમાં 7 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

વધુ વાંચોઃ હાર્દિક શું ચાંદ પરથી ઉતરી આવ્યો છે? દિગ્ગજ ક્રિકેટરએ પિત્તો ગુમાવ્યો, 'બધાએ રમવું પડશે'

IPLની આ સિઝન 22 માર્ચે ચેન્નાઈમાં CSK અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની પ્રથમ મેચથી શરૂ થશે.  જાણીતું છે કે ભારતમાં કોવિડને કારણે  IPL 2021 અને 2020ની સિઝન પણ UAEમાં યોજાઈ હતી. સાથે જ 2009ની આઈપીએલ સીઝન સાઉથ આફ્રિકામાં યોજાઇ હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ