બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / No relief to Hardik Patel in the case of misbehavior with the police

BIG BREAKING / પાટીદાર આંદોલન: પોલીસ સાથે ગેરવર્તણૂંકના કેસમાં હાર્દિકને કોઇ જ રાહત નહીં, કોર્ટે ફગાવી અરજી

Priyakant

Last Updated: 01:18 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardik Patel Latest News: ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો, હાર્દિક પટેલ આગામી દિવસોમાં સેશન્સ કોર્ટમાં કરી શકે છે અરજી

  • પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસનો મામલો
  • કેસના આરોપી અને ભાજપનાં ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત નહી
  • હાર્દિક પટેલે કેસમુક્ત થવા કરી હતી અરજી
  • ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે આપ્યો ચુકાદો
  • વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
  • ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની થઈ હતી ફરિયાદ

Hardik Patel News : પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસના આરોપી અને ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. મહત્વનું છે કે, ધારાસભ્ય હાર્દિક પટેલે આ મામલે કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે ગ્રામ્ય કોર્ટે તમામ દલીલોને અંતે ચુકાદો આપ્યો છે. 

ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આ કેસમાં હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં કેસમુક્ત થવા અરજી કરી હતી. જોકે તમામ દલીલોને અંતે કોર્ટે હાર્દિક પટેલને કોઈ રાહત આપી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. મહત્વનું છે કે, હવે આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે. 

શું હતો સમગ્ર કેસ ?  
નિકોલમાં 2018માં આ સમગ્ર કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે આ ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. અગાઉપાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી. આ કેસમાં લાંબા સમયથી દલીલો બાદ આજે અરજી ચુકાદા પર એટલે કે ઓર્ડર પર હતી. ત્યારે ગ્રામ્ય કોર્ટે આ કેસમાં હુકમ કર્યો છે.

હાર્દિક પટેલને આ કેસમાં રાહત નહિ 
મહત્વનું છે કે, હાર્દિક પટેલની અરજીને લઈ તેમને આ કેસમાં રાહત મળી નથી. એટલે કે સ્પષ્ટપણે પાટીદાર આંદોલન સમયનો આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો કેસ આગળ પણ ચાલુ રહેશે. હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા છે, પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઇપણ વાત સ્વીકારવામાં આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ