બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / no need to ban int'l flights/impose lockdown: Experts

મહામારી / કોરોનાને નાથવા સૌથી મોટો પ્રતિબંધ લગાડાશે? લોકડાઉનને લઈને જાણીતા નિષ્ણાંતોએ આપ્યું અપડેટ

Hiralal

Last Updated: 02:31 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી.

  • ભારતમાં વધ્યું કોરોનાનું જોખમ
  • દેશના ટોચના ડોક્ટર રણદીપ ગુલેરિયાનું નિવેદન
  • ભારતમાં લોકડાઉનની જરા પણ જરુર નથી 

વિશ્વમાં ફરી એક વારા કોરોનાએ ઉથલો મારતા ભારતમાં પણ તેનું જોખમ ઊભું થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાને અટકાવવા માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહી છે. આ દરમિયાન દેશમાં વિદેશથી આવતી ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની અને લોકડાઉન લાદવાની માગ ઉઠી રહી છે ત્યારે હવે નિષ્ણાંતોએ આ અંગે એક મહત્વના સમાચાર આપ્યાં છે. 

ભારતમાં હાલતના તબક્કે લોકડાઉનની જરુર નથી 
એમ્સના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા ડોક્ટર રણદીપુ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં હાલમાં સ્થિતિ સારી છે અને તેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ કે લોકડાઉનની જરા પણ જરુર નથી. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બનવાની અને હોસ્પિટલાઈઝેશનની જરા પણ સંભાવના નથી કારણ કે ભારતના મોટાભાગમાં લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસેલી છે અને આવી સ્થિતિમાં દેશમાં કોરોના ગંભીર નહીં બને. 

ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાથી કોરોનાનો ફેલાવો નહીં અટકે
ગુલેરિયાએ કહ્યું કે જેમ ભૂતકાળમાં જોવા મળ્યું હતું તેમ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાથી કોરોનાનો ફેલાવો નહીં અટકે.

લોકડાઉનને લઈને શું બોલ્યાં ગુલેરિયા
રણદીપ ગુલેરિયાએ લોકડાઉનને લઈને પણ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે હાલની સ્થિતિ અને દેશના લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી જોતા લોકડાઉનની જરુર લાગતી નથી.  

લોકડાઉન જેવી સ્થિતિ નહીં- ડોક્ટર નીરજ ગુપ્તા 
ભારતના બીજા જાણીતા ડોક્ટર નીરજ ગુપ્તાએ પણ કહ્યું કે ભારતે સાવધાની રાખવી પડશે પરંતુ લોકડાઉન જેવી સ્થિતિ નજીકના ભવિષ્યમાં દેખાતી નથી. 

દુનિયામાં ઓમિક્રોનના નવા બીએફ7 વેરિયન્ટનો કહેર
હાલમાં દુનિયામાં ઓમિક્રોનનો નવો વેરિયન્ટ બીએફ7 કહેર મચાવી રહ્યો છે. આ વેરિયન્ટે કારણે ચીનની હાલત ખૂબ ખરાબ થઈ છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાની રીતે નિયમો લાગુ પાડી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ