બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / સુરત / No more hooliganism in Gujarat: The state's city police took major action

કાર્યવાહી / ગુજરાતમાં હવે ગુંડાગર્દી નહીં ચાલે: રાજ્યની આ શહેર પોલીસે લીધા મોટા એક્શન, 2 જ દિવસમાં 50થી વધુ વ્યાજખોરોને દબોચ્યા

Priyakant

Last Updated: 10:44 AM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

100 દિવસમાં વ્યાજખોરોના આતંકથી લોકોને ઉગારવા સરકાર મિશન મોડ પર કાર્યવાહી, મહેસાણા, સુરત અને રાજકોટમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી

  • મહેસાણાના વિસનગરમાં 2 વ્યાજખોર સામે નોંધાઇ ફરિયાદ
  • સુરતમાં 2 દિવસમાં વ્યાજખોરો સામે 67 ગુના નોંધાયા
  • 27 ગુનાઓ ખંડણી અને ધાક-ધમકીના નોંધાયા
  • રાજકોટમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાનુ થયું શરું
  • વ્યાજખોર સામે એકજ દિવસમાં 3 ફરિયાદ નોંધાઈ

રાજયમાં વ્યાજખોરો બેફામ બનીને આડેધડ વ્યાજ વસૂલતા હોવા ઉપરાંત ત્રાસ ગુજારતાં હોવાની અનેક વખત રાવ ઉઠે છે ત્યારે આ મામલે રાજ્યમાં પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી છે. 100 દિવસમાં વ્યાજખોરોના આતંકથી લોકોને ઉગારવા સરકાર મિશન મોડ પર કાર્યવાહી કરી રહી છે. જેમાં હવે મહેસાણા, સુરત અને રાજકોટમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

રાજ્યભરમાં વ્યાજખોરોનું દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે. વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈને તેમને ઉંચા વ્યાજે પૈસાનું ધિરાણ કરે છે. ત્યારબાદ આ લોકો પૈસા ન ભરી શકે તો તેમની પાસેથી તેમની મિલકત અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પોતાના નામે લખાવી લેતા હોય છે. ત્યારે આવા વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લેતા અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. 

મહેસાણામાં 2 વ્યાજખોર સામે ફરિયાદ
મહેસાણા જિલ્લાના વિસનગરમાં 2 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે. વિગતો મુજબ આ ઇસમો નાણાં ધીરધારના કોઈ પણ લાઇસન્સ વગર વ્યાજે નાણાં આપતા હતા. આ સાથે વ્યાજે નાણાં આપી ઊંચી રકમનું વ્યાજ વસુલ કરવામાં આવતું હતું. જેને લઈ સેવાલિયા ગામના યુવાને પટેલ સંજય અને  પટેલ ભુપેન્દ્ર નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી
સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી સામે આવી હે. જેમાં 2 દિવસમાં વ્યાજખોરો સામે 67 ગુના અને 27 ગુનાઓ ખંડણી અને ધાક-ધમકીના નોંધાયા છે. આ તરફ પોલીસે 2 દિવસમાં 50થી વધુ વ્યાજખોરોને ઝડપ્યા છે. મહત્વનું છે કે, વ્યાજખોરો સામે પોલીસ કડક પગલાં લેશે. 

રાજકોટમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાનુ થયું શરું
રાજ્કોટમાં પણ વ્યાજખોરો સામે પોલીસ પ્રશાસન એક્શન મોડમાં છે. રાજકોટમાં વ્યાજખોર સામે એક જ દિવસમાં 3 ફરિયાદ નોંધાઈ છે. જેમાં 2 મહિલા સહિત 6 સામે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોર સામે નાણાંધીરણ અધિનિયમ મુજબ 2 ડિવિઝન પોલીસ મથક માં 2 ફરિયાદ નોંધાઈ છે. જેમાં આજીડેમ પોલીસ મથકમાં 1 ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, રાજકોટ પોલીસ કમિશ્નરનાલોક દરબારમાં 60 અરજીઓ આવી હતી. 

હર્ષ સંઘવીએ યોજી હતી બેઠક 
મહત્વનું છે કે, તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સ થકી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. રાજ્યમાં હાલ વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે આ મામલે જિલ્લા વાઇસ સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન થયેલી પોલીસની કામગીરી અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ હતી. જેમાં દરેક જિલ્લામાં વ્યાજખોરો વિરૂધ કરવામાં આવેલ ફરિયાદો, કેસો અને રજુઆતો પરની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ