બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / no money for ambulance man travels 200 km in bus with sons body in west bengal

માનવતા મરી પરવારી / શરમજનકઃ દીકરાના મૃતદેહને કોથળામાં નાખી પિતાએ બસમાં કરવી પડી 200 KMની મુસાફરી, કારણ જાણીને થશે ખૂબ જ દુઃખ

Manisha Jogi

Last Updated: 11:16 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ: એક પિતા પાસે એમ્બ્યુલન્સનું ભાડુ ના હોવાને કારણે પાંચ મહિનાના બાળકનો મૃતદેહ બેગમાં નાખીને 200 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું.

  • પશ્ચિમ બંગાળની કરુણ ઘટના
  • બાળકનો મૃતદેહ બેગમાં નાખીને 200 કિલોમીટરનું અંતર કાપ્યું
  • એમ્બ્યુલન્સ ચાલકે 8,000 રૂપિયા માંગ્યા

પશ્ચિમ બંગાળની એક કરુણ ઘટના સામે આવી છે. એક પિતા પાસે એમ્બ્યુલન્સનું ભાડુ ના હોવાને કારણે પાંચ મહિનાના બાળકનો મૃતદેહ બેગમાં નાખીને 200 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું. સિલીગુડીથી કાલિયાગંજમાં તેના ઘર સુધી મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ચાલકે 8,000 રૂપિયા માંગ્યા હતા. 

આ મામલે વિધાનસભા વિપક્ષ નેતા (ભાજપ) સુવેંદુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસની ‘સ્વાસ્થ્ય સાથી વીમા યોજના’ પર સવાલ ઊભા કર્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, ભાજપ એક બાળકના દુર્ભાગ્યપૂર્ણ મોત પર રાજનીતિ કરી રહી છે. 

બાળકના પિતા આશીમ દેબશર્મા જણાવે છે કે, ‘છ દિવસો સુધી સિલીગુડી નોર્થ બંગાલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમા ઈલાજ પછી મારા પાંચ મહિનાના બાળકનું મૃત્યુ થઈ ગયું. ઈલાજ માટે 16,000 રૂપિયાનો ખર્ચો કર્યો. મારા બાળકને કાલિયાગંજ સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ ચાલકે 8,000 રૂપિયા માંગ્યા અને મારી પાસે તેટલા પૈસા નહોતા.’

એમ્બ્યુલન્સ ના મળતા બાળકનો મૃતદેહ બેગમાં નાખી દીધો. આ બેગ લઈને દાર્જિલિંગના સિલીગુડીથી લગભગ 200 કિલોમીટર સુધી ઉત્તર દિનાજપુરના કાલિયાગંજ સુધી બસમાં સફર કર્યું. આ વાતની કોઈને ખબર પડવા દીધી નહોતી. બાળકના પિતાને ડર હતો કે, સહયાત્રીઓને ખબર પડશે તો તેને બસમાંથી ઉતારી દેવામાં આવશે. 

બાળકના પિતા જણાવે છે કે, 102 યોજના હેઠળ એક એમ્બ્યુલન્સ ચાલકે કહ્યું કે, આ સુવિધા દર્દીઓ માટે છે મૃતદેહ લઈ જવા માટે નથી. એક અધિકારીએ બાળકના પિતાનો મીડિયા સાથેની વાતચીતનો વિડીયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં જણાવ્યું છે કે, ‘આપણે ટેકનિકલ બાબતોમાં ના પડવું જોઈએ. શું સ્વાસ્થ્ય સાથી આ મેળવવા માટે છે? દુર્ભાગ્યૂપૂર્ણ આ એક ‘ઈગિયે બાંગ્લા’ (ઉન્નત બંગાલ) મોડલની તસવીર છે.’ તૃણમૂલ રાજ્યસભાના સભ્ય શાંતનૂ સેને ભાજપ પર બાળકના મૃત્યુ બાબતે રાજનીતિ કરવાનો આરોપ મુક્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ