બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Cricket / No Electricity At Stadium Hosting India Vs Australia T20 Today. Bill Not Paid

ક્રિકેટ / ભારત-ઓસ્ટ્રે. ટી 20 મેચની છેલ્લી ઘડીએ લાગ્યું ગ્રહણ, હવે કેવી રીતે રમાડાશે? મોટું અપડેટ

Hiralal

Last Updated: 05:32 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-ઓસ્ટ્રે. ચોથી ટી 20 છત્તીસગઢના રાયપુર સ્ટેડિયમમાં રમાવાની છે પરંતુ તે પહેલા સ્ટેડિયમની લાઈટો જ ગૂલ થવાનું સામે આવ્યું છે એટલે હવે જનરેટર દ્વારા મેચ રમાડાશે.

  • ભારત-ઓસ્ટ્રે. ચોથી ટી 20 પહેલા મોટું અપડેટ
  • રાયપુરના સ્ટેડિયમની લાઈટો ગૂલ
  • કરોડોનું બીલ ન ભરતાં કપાયું હતું કનેક્શન
  • હવે જનરેટર ચાલું કરીને મેચ રમાડાશે 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી 20 સીરિઝની ચોથી મેચ છત્તીસગઢના રાયપુરના સ્ટેડિયમમાં યોજાવાની છે પરંતુ છેલ્લી ઘડીએ મેચ પર લાઈટ બીલનું ગ્રહણ લાગ્યું છે. હવે સામે આવ્યું છે લાઈટ બીલ ન ભરવાને કારણે આજથી પાંચ વર્ષ પહેલા સ્ટેડિયમનું વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. 

કેવી રીતે રમાડાશે મેચ 
સ્ટેડિયમ પ્રશાસન દ્વારા ભારત અને ઓસ્ટ્રેલિયાની ટી 20 મેચ માટે જનરેટરની વ્યવસ્થા કરાઈ છે. એટલે કે જનરેટર ચાલુ કરીને લાઈટ ચાલુ કરવામાં આવશે. 
વીજ વિભાગનું કહેવું છે કે આ કનેક્શન 2010માં પીડબ્લ્યુડી વિભાગમાં ક્રિકેટ પ્રોડક્શન કમિટીના નામે લેવામાં આવ્યું હતું પરંતુ ત્યાર પછીનું લાઈટ બીલ ભરાયું નથી. અને તેથી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આ પછી, અમે બાકી બિલ ચૂકવવા માટે તેમની સાથે સતત પત્રવ્યવહાર કર્યો હતો, પરંતુ આ રકમ ચૂકવવામાં આવી ન હતી. બાદમાં કહેવામાં આવ્યું હતું કે, આ રકમ રમત ગમત અને યુવા કલ્યાણ વિભાગ દ્વારા ચૂકવવામાં આવશે. અમે પણ તેમની સાથે સતત સંપર્કમાં હતા.

3.16 કરોડનું લાઈટ બીલ ન ભરતાં કાપ્યું કનેક્શન 
શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા બિલ ચૂકવવા માટે વીજળી વિભાગે સ્ટેડિયમની વીજળી કાપી નાખી છે. વીજ કનેક્શન કપાઈ જવાને કારણે મેચના સમય અંગે શંકા છે. આ સ્ટેડિયમમાં ઘણી આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ છે. આજે પણ મેચની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ તે સમયે બિલની જીની ક્રિકેટની પીચ પર આવી ગઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે 3 કરોડ 16 લાખ રૂપિયાનું વીજળી બિલ બાકી છે. બિલ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, આજે કનેક્શન નથી કપાયું. હકીકતમાં, તે પાંચ વર્ષ પહેલાં કાપવામાં આવ્યું હતું. 2010માં પીડબલ્યુડી વિભાગમાં ક્રિકેટ પ્રોડક્શન કમિટીના નામે કનેક્શન લેવામાં આવ્યું હતું. બિલ બાકી હોવા છતાં વીજ વિભાગે કામચલાઉ જોડાણ આપ્યું હતું, જે માત્ર કામચલાઉ હતું. તે ફક્ત પેવેલિયન બોક્સ અને પ્રેક્ષકોની ગેલેરીને આવરી લે છે.

ટી 20 સીરિઝની ચોથી મેચ 
વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 મેચ ચાલી રહી છે. શ્રેણીમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઇ છે. ભારત બે મેચ જીત્યું છે અને ઓસ્ટ્રેલિયાની ટીમે એક મેચ જીતી છે. શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં છે. આ મેચ આજે સાંજે 7 વાગ્યાથી યોજાવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ