બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / no confidence motion debate smriti irani alleges rahul gave flying kiss to women mp

BIG BREAKING / રાહુલ ગાંધી પર ફ્લાઈંગ કિસ કરવાનો આરોપ: સ્મૃતિ ઇરાનીએ કહ્યું, આ એમના ખાનદાનના લક્ષણ

Malay

Last Updated: 02:21 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

No Confidence Motion: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કર્યા પછી સંસદમાંથી બહાર નીકળતી વખતે મહિલા સાંસદો સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લાગ્યો છે.

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો ગંભીર આક્ષેપ
  • 'રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને ફ્લાઇંગ કિસના કર્યા ઈશારા'
  • મહિલા સાંસદો રાહુલ ગાંધી સામે નોંધાવશે ફરિયાદ 

No Confidence Motion Debate: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે (9 ઓગસ્ટ, 2023) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, પોતાનું ભાષણ પૂરું કરીને સંસદની બહાર જતી વખતે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસના ઈશારા કર્યા હતા.

રાહુલ ગાંધીએ ભાષણ બાદ કર્યું અભદ્ર વર્તન
લોકસભામાં બોલતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારા પહેલા જેમને અહીં બોલવાની તક મળી, તેમણે આજે અસભ્યતાનો પરિચય આપ્યો છે. તેમણે (રાહુલ ગાંધી) પોતાનું ભાષણ પૂરું કર્યા પછી અભદ્ર વર્તન કર્યું. તેઓએ તે સંસદમાં ફ્લાઈંગ કિસ કરી, જે સંસદમાં મહિલાઓ પણ બેઠી છે. આવું વર્તન માત્ર એક સ્ત્રી દ્વેષી (Misogynist Man) વ્યક્તિ જ કરી શકે છે. સ્મૃતિ ઈરાની ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં ફ્લાઇંગ કિસ આપીને ગયા, તેમણે લોકસભામાં અભદ્ર લક્ષણના દર્શન આપ્યા છે. આ એમના ખાનદાનના લક્ષણ છે. 

મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ
ભાજપ સાંસદ પૂનમ મહાજને કહ્યું કે આજે ગૃહમાં રાહુલ ગાંધીએ જે કૃત્ય કર્યું છે તે અસંસદીય છે. અમે આનો વિરોધ કરીએ છીએ અને આ અંગેની ફરિયાદ લોકસભા સ્પીકરને કરવામાં આવશે. આ પછી મહિલા સાંસદોના એક જૂથે લોકસભા સ્પીકરને રાહુલ ગાંધીના આ કૃત્યની ફરિયાદ કરી.

મોદી સરકાર પર રાહુલે કર્યા આકરા પ્રહાર
આપને જણાવી દઈએ કે, આજે સંસદના ચોમાસું સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજો દિવસે રાહુલ ગાંધીએ લોકસભામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મણિપુરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર હિન્દુસ્તાન નથી. મેં મણિપુર શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ આજનું સત્ય એ છે મણિપુર બચ્યું નથી, મણિપુરને તમે બે ભાગમાં વહેચી નાખ્યું છે. મણિપુરને તમે તોડી નાખ્યું છે. હું મણિપુરના રિલીફ કેમ્પમાં ગયો હતો. જ્યાં મેં મહિલાઓ અને બાળકો સાથે વાત કરી હતી, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કરી નથી.

મહિલાએ મને જે જણાવ્યું તે સાંભળીને હું ધ્રુજી ગયોઃ રાહુલ ગાંધી
વાયનાડના સાંસદ રાહુલ ગાંધી કહ્યું હતું કે, મણિપુર રિલીફ કેમ્પમાં એક મહિલાને મેં જ્યારે પૂછ્યું કે તમારી શું થયું તો જવાબમાં મહિલાએ કહ્યું કે મારો એકને એક જ દિકરો હતો, જેને મારી આંખોની સામે ગોળી મારી દીધી, હું આખી રાત તેના મૃતદેહ સાથે સૂતી રહી અને પછી મને બીક લાગી. મેં મારું ઘર છોડી દીધું. હું બધું છોડીને નીકળી ગઈ. તેઓએ જણાવ્યું હતું કે, અન્ય એક મહિલાને મેં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે આ મહિલા થરથર ધ્રુજવા લાગી અને પછી મારી સામે જ બેહોશ થઈ ગઈ. હજુ તો મેં આ બે ઉદાહરણ આપ્યા છે. 

મણિપુર નહીં હિન્દુસ્તાનની કરી હત્યાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ તમામે તો મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે, માત્ર મણિપુર નહીં હિન્દુસ્તાનની હત્યા કરી છે, મણિપુરને નહીં હિન્દુસ્તાનને મણિપુરમાં માર્યું છે. હિન્દુસ્તાનનું મર્ડર કર્યું છે. આટલું બોલતા જ ભાજપના સાંસદો લાલઘુમ થઈ ગયા અને હોબાળો મચાવવા લાગ્યા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ