બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / No action can be taken against the wine shop if an accused is caught in Gujarat taking liquor from a wine shop in Daman: Guj. High Court

ચુકાદો / દમણના વાઈન શોપ માંથી દારૂ લઈ ગુજરાતમાં આરોપી પકડાય તો વાઇન શોપ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકાય: ગુજ. હાઈકોર્ટ

Vishal Khamar

Last Updated: 09:44 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હવે ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે દમણનાં વાઈન શોપ સંચાલકો તરફી ચુકાદાને લઈ દમણનાં વાઈન શોપ સંચાલકોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી.

  • ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર
  • ગુજરાત હાઈકોર્ટે દમણનાં વાઈન શોપ સંચાલકોનાં હિતમાં ચુકાદો આપ્યો
  • દમણમાંથી દારૂ લઈ ગુજરાતમાં કોઈ પકડાય તો દુકાન માલિક વિરૂદ્ધ કાર્યવાહી ન થાય

ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એવા સમયે ગુજરાત હાઇકોર્ટે દમણના વાઈન શોપ સંચાલકોના હિતમાં આપેલો એક ચુકાદોને કારણે દમણના વાઈન શોપ સંચાલકોમાં ખુશીની લહેર છે. દારૂની છૂટ ધરાવતા દમણ માંથી દમણના લાયસન્સ ધારક કોઈ વાઈન શોપ માંથી દારૂ લઈ અને ગુજરાતમાં કોઈ આરોપીઓ પકડાય તો વાઇન શોપ સંચાલકો વિરુદ્ધ કોઈ  કાર્યવાહી નહીં કરી શકાય તેવો ચુકાદો આપ્યો છે. 

સરકારના નીતિ નિયમ મુજબ અને નિયમોના પાલન કરી દારૂનું વેચાણ કરવામાં આવે છે 
આથી વાઇન શોપ સંચાલકોમાં ઉત્સાહ છે.મહત્વપૂર્ણ છે કે સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર દારૂની છૂટ ધરાવે છે. દમણમાં નાના-મોટા 150 થી વધુ લાઇસન્સ ધારક વાઇન શોપ અને બાર આવેલા છે. જેમાં સરકારના નીતિ નિયમ મુજબ અને નિયમોના પાલન કરી દારૂનું વેચાણ કરવામાં આવે છે .જો કે ક્યારેક દમણના આ લાયસન્સ ધારક વાઇન શોપ કે બાર  માંથી દારૂ લઈ અને કેટલાક લોકો ગુજરાતની હદમાં પ્રવેશે છે. આથી ગુજરાત પોલીસના હાથે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા લોકો વિરુદ્ધ તો કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ સાથે દમણના જે વાઇન શોપ માંથી દારૂનો જથ્થો લીધો હોય તેવા વાઇન શોપના સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવતી હતી. અને તેમને પણ આરોપીઓ બનાવવામાં આવતા હતા . આથી દમણના વાઈન શોપ સંચાલકોમાં નારાજગી હતી. 

વધુ વાંચોઃ 31stને લઈ ગુજરાત પોલીસની કેવી છે તૈયારી?, DGP વિકાસ સહાયે જણાવ્યો ફૂલપ્રૂફ પ્લાન, પીધેલાની ખેર નહીં

દમણનાં વાઈન શોપ સંચાલકોએ હાઈકોર્ટનાં નિર્ણયને આવકાર્યો
આ મામલે તેઓએ ગુજરાત હાઇકોર્ટમાં કેસ  કરતા કોર્ટે આપેલા ચુકાદામાં મુજબ હવેથી દમણના લાઇસન્સ ધારક વાઇન શોપ માંથી  દારૂનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે તો કાર્યવાહી કરી શકાશે. પરંતુ જે જગ્યાએથી દારૂનો જથ્થો લીધો હોય તેવા સંચાલન સંચાલકો ને આરોપીઓ નહિ બનાવી શકાય  આવા જજમેન્ટ ને કારણે દમણના વાઈન શોપ સંચાલકોમાં ઉત્સાહ છે. અને કોર્ટ ના ચુકાદા ને આવકારી રહ્યા છે.

લખમ ટંડેલ (પ્રમુખ, વાઈન મર્ચન્ટ એસો. દમણ)

 ગુજરાત હાઈકોર્ટે અમને રાહત આપી છેઃ લખમ ટંડેલ (પ્રમુખ, વાઈન મર્ચન્ટ એસો. દમણ)
 આ બાબતે વાઈન મર્ચન્ટ એસો. દમણનાં લખમ ટંડેલે જણાવ્યું હતું કે, દમણ એક ટુરીઝમ સેન્ટર છે અને પોર્ટુગીઝનાં સમયથી અહીંયા દારૂ બંધી નથી. તેથી આટલા વર્ષથી ચાલે છે. દારૂનો ધંધો. પણ ગુજરાતમાંથી જે ટુરીસ્ટ લોકો આવે છે માલ લઈ જાય છે. અને તે ગુજરાતમાં પકડાય છે. તે બાદ ગુજરાત પોલીસ અહીંયા આવીને અને દુકાનનાં માલિકોને વોન્ટેડ બતાવીને અને એરેસ્ટ કરવાની કોશિષ કરે છે. અને વોન્ટેડનાં માટે એ લોકોને સમન્સ મોકલે છે. 

ગુજરાત હાઈકોર્ટે અમને રાહત આપી છેઃ લખમ ટંડેલ (પ્રમુખ, વાઈન મર્ચન્ટ એસો. દમણ)
જે બાદ અમારા લાયસન્સ ધારકો સીધા ગુજરાત હાઈકોર્ટમાં ગયા.  અમે ઓફીશીયલી લાયસન્સ લઈને ધંધો કરીએ છીએ. અમારી કોઈ ભૂલ નથી. અને કાયદાકીય રીતે જે થતું હોય તે રીતે અમે માલ વેચીએ છીએ. તો અમને કઈ રીતે આરોપી બનાવી શકે. એવું વકીલ રાખીને અમે આગળ લઈ રહ્યા છીએ.   તો આ સમગ્ર બાબતે ગુજરાત હાઈકોર્ટે અમને રાહત આપી છે કે તમે દારૂનાં લાયસન્સ ધરાવતા લોકોને આરોપી નહી બનાવી શકો. જેથી અમને ઘણી રાહત રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ