બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Nitin Patel may be entrusted with important responsibility

નવાજૂનીના સંકેત / નીતિન પટેલને સોંપાઈ શકે છે મહત્વની જવાબદારી, થોડા દિવસ પૂર્વે CR પાટીલે આપ્યા હતા ચોંકાવનારા સંકેત

Malay

Last Updated: 11:43 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Election 2023: રાજ્યસભાની ચૂંટણી પહેલા સામે આવ્યા મોટા સમાચાર, પાર્ટી હાઈકમાન્ડ ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સોંપી શકે છે મહત્વની જવાબદારી.

 

  • નીતિન પટેલને સોંપાઈ શકે છે મહત્વની જવાબદારી
  • ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી સોંપાઈ શકે છે
  • નીતિન પટેલે મહેસાણામાં કર્યું હતું શક્તિ પ્રદર્શન

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાર્ટી હાઈકમાન્ડ મહત્વની જવાબદારી સોંપી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નીતિન પટેલને ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી સોંપાઈ શકે છે. 

નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ગુજરાત)

સી.આર.પાટીલે આપ્યા હતા સંકેત
થોડા દિવસ અગાઉ મહેસાણાના કડીમાં નીતિન પટેલના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સી.આર પાટીલે સ્ટેજ પરથી નીતિન પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવો સંકેત આપ્યો હતો. જે બાદથી નીતિન પટેલને રાજ્યસભાની ટિકિટ આપવાની પણ ચર્ચા ચાલી રહી છે. 

નીતિન પટેલ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે તેવી અપેક્ષાઃ સી.આર પાટીલ 
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પટેલે જણાવ્યું હતું કે, પોલિટિકલ પાર્ટીના એક કાર્યકર્તા 40 વર્ષ પહેલા પોતાની કારકિર્દી શરૂ કરે છે. તમારા બધાના સાથ અને સહકાર સાથે સહકારી તંત્રમાંથી ધીમે-ધીમે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. એક પછી એક વિધાનસભાની ચૂંટણી જીતતા જાય છે. જીતતા-જીતતા ગુજરાતના ડેપ્યુટી સીએમના પદ સુધી પહોંચી જાય છે. આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના 68મા જન્મ દિવસ નિમિતે તમે તેમને શુભેચ્છા આપવા માટે આવ્યા છો, તે દર્શાવે છે કે તમને તેમના માટે અત્યંત પ્રેમ છે. અત્યંત આદર છે, હજુ તેઓ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે તેવી અપેક્ષા છે. 

નીતિનભાઈ હવે હિન્દી પણ શીખી રહ્યા છેઃ પાટીલ
તેમણે જણાવ્યું હતું કે, નીતિનભાઈને બધાએ કામ કરતા જોયા છે. નીતિનભાઈ ફક્ત ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. મને ખબર પડી કે હમણાં હમણાં તેઓ હિન્દી પણ શીખી રહ્યા છે.  નીતિનભાઈ હિન્દીમાં બોલશે એટલે આપણે કલ્પના કરવાની કે કેટલા ગુજરાતી શબ્દો આવે છે. નીતિનભાઈ મારા કરતા એક વર્ષ નાના છે,  મારા 68 પૂરા થયા અને તેમના 67 પૂરા થયા. તેમની સાઈઝ પણ મારા કરતા ઓછી છે,  પરંતુ નીતિનભાઈની હાઈટ બહુ મોટી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ