બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Nikki Haley can become the candidate for us president election 2024

વિશ્વ / ભારતવંશી નિક્કી હેલી લડશે અમેરિેકાના પ્રેસિડન્ટની ચૂંટણી, 15 ફેબ્રુઆરીએ દાવેદારીનું એલાન

Vaidehi

Last Updated: 06:38 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 2024માં ચૂંટણી થશે. છેલ્લી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીથી ડોનાલ્ડ ટ્રમ્પે લડત આપી હતી જેમાં જો બાઈડનથી તે હારી ગયાં હતાં. આ વખતે નિક્કી હેલી ચૂંટણી લડશે.

  • USAમાં રાષ્ટ્રપતિ પદ માટે નિક્કી હેલી લડી શકે છે ચૂંટણી
  • રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર થઈ શકે છે નિક્કી
  • ભારતીય મૂળની છે નિક્કી હેલી

સંયુક્ત રાષ્ટ્રની પૂર્વ રાજદૂત નિક્કી હેલી અમેરિકી રાષ્ટ્રપતિનાં ઈલેક્શનમાં રિપબ્લિકન પાર્ટી તરફથી લડી શકે છે. નિક્કી હેલી ભારતીય મૂળની લીડર છે. એવા અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે તે ફેબ્રુઆરીમાં રિપબ્લિકન પાર્ટીથી રાષ્ટ્રપતિનાં ચૂંટણીની ઘોષણા કરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે 2024માં ચૂંટણી કરાવવામાં આવશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી લડી શકે છે નિક્કી હેલી
નિક્કી હેલી અમેરિકામાં સાઉથ કેરોલિનાની ગવર્નર રહી ચૂકી છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે નિક્કીની તૈયારીઓ વિષે સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું છે કે તે 15 ફેબ્રુઆરીનાં ચાર્લ્સટનમાં આ વિષે ઘોષણા કરીને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જશે. ચાર્લ્સટન પોસ્ટ અને કૂરિયરની રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

15 ફેબ્રુઆરીનાં કરી શકે છે ઘોષણા
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી 51 વર્ષીય હેલી ચૂંટણીની દોટમાં દ્વિતીય પ્રમુખ ઉમેદવાર બનવામાં અગ્રેસર છે. તેમણે નવેમ્બરમાં પોતાની વાપસીનાં સંકેતો આપ્યાં હતાં. જો હેલી ચૂંટણી લડવાની ઘોષણા કરે છે તો તે એક બદલાવનું પ્રતિનિધિત્વ કરશે. 

'આ પેઢીનાં બદલાવનો સમય છે.'
હેલીએ 2021માં ઘોષણા કરી હતી કે જો ટ્રમ્પ ચૂંટણી લડશે તો તે રાષ્ટ્રપતિ ચૂંટણીનું પ્રતિનિધિત્વ કરશે નહીં. પરંતુ હેલીએ આ મહિનાની શરૂઆતમાં એક ન્યૂઝ ચેનલ સાથેનાં ઈન્ટરવ્યૂ સાથે પોતાની પ્લાનિંગમાં બદલાવને રેખાંકિત કર્યું અને કહ્યું કે 'આ એક વ્યક્તિથી ઘણું વિશિષ્ટ છે અને જ્યારે તમે અમેરિકાનાં ભવિષ્યને જોઈ રહ્યાં છો તો મને લાગે છે કે આ પેઢીનાં બદલાવનો સમય છે.'

ભારતીય મૂળની છે નિકી હેલી
હેલી, જેનાં માતા-પિતા ભારતીય ઈમિગ્રેન્ટ્સ હતાં. તેને અમેરિકામાં લાંબા સમયથી રાષ્ટ્રપતિનાં પદ માટે સંભવિત ઉમેદવારનાં રૂપે જોવામાં આવે છે. સાઉથ કેરોલિના વિધાયિકામાં સેવા આપ્યાં બાદ હેલીએ 2010માં ગવર્નરશિપ માટેની ચૂંટણી લડી હતી જ્યાં તેમને શરૂઆતમાં દલિત માનવામાં આવ્યું હતું. પ્રાઈમરી ઈલેક્શન દરમિયાન સાઉથ કેરોલિનાની પૂર્વ ફર્સ્ટ લેડી જેની સેનફોર્ડ અને અલાસ્કાની પૂર્વ ગવર્નર સારા પૉલિન જેવા લોકોનાં સમર્થનમાં તેમને બળ મળ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ