બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / nifty 50 hit all time high crossed 18887 mark and make record

માર્કેટ મજામાં! / શેરબજારમાં તો તેજીનું વાવાઝોડું, નિફ્ટીએ તોડી નાંખ્યા ઈતિહાસના તમામ રેકોર્ડ... જાણૉ કઈ કઈ કંપનીના શેરમાં રોકાણકારોને થઈ કમાણી

Arohi

Last Updated: 11:02 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nifty All Time High: નેશનલ સ્ટોક એક્સચેન્જે આજે સવારે ઈતિહાસ રચતા ફ્રેશ ઓલ ટાઈમ હાઈના લેવલને ટચ કરી દીધુ છે. બુધવારે પ્રી-ઓપનમાં નિફ્ટી 18900 ઉપર ખુલ્યું. તેના પહેલા નિફ્ટીનું ઓલ ટાઈમ હાઈ 18,887.60 રહ્યું હતું.

  • Niftyએ આજે રચી દીધો ઈતિહાસ 
  • ઓલ ટાઈમ હાઈના લેવલને કર્યું ટચ 
  • પ્રી-ઓપનમાં નિફ્ટી 18900 ઉપર ખુલ્યું

ભારતીય શેર માર્કેટે આજે ઐતિહાસિક ઉચાઈને સ્પર્શી લીધી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાના જુના ઓલ ટાઈમ હાઈના રેકોર્ડને પાછળ છોડતા નવી ઉંચાઈ મેળવી લીધી છે. 

બુધવારે પ્રી-ઓપનમાં નિફ્ટી 18900ના ઉપર ખુલ્યો. તેના પહેલા નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ 18,887.60 અંક હતો. નિફ્ટીએ 142 સેશન બાદ આ ઈતિહાસ રચી દીધો છે. જણાવી દઈએ કે નિફ્ટી આ પહેલા પોતાના ઓલ ટાઈમ હાઈ 18,887માં ઓક્ટોબર 2021માં ગયું હતું. 

નિફ્ટીમાં કયા શેરમાં થઈ કમાણી 
Adani Enterprises, Eicher Motors, Tata Motors, SBI 

નિફ્ટીમાં કયા શેરમાં થયું નુકસાન 
ONGC, UltraTech Cement, NTPC and Cipla

સેન્સેક્સ પણ ઓલ ટાઈમ હાઈ પર 
સેંસેક્સ પણ 63701.78ના એક નવા ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યું. આ પહેલા સેંસેક્સ 22 જૂન 2023ની સવારે નવા ઓલ ટાઈમ હાઈ 63601.71ના સ્તર પર ખુલ્યું હતું. ત્યાં જ નિફ્ટીએ 18908.15ની હાઈથી પોતાના વ્યાપારની શરૂઆત કરી. 

આ પહેલા અમેરિકી શેર બજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો હતો. ડાઉ જોંસ, નેસ્ડેક અને એસએન્ડપી બમ્પર ઉછાળની સાથે બંધ થયું. જેનાથી આજ ભારતીય બજારને નવા રેકોર્ડ બનાવવામાં બળ મળ્યું. 

મહત્વનું છે કે પાછલા થોડા સેશનથી નિફ્ટી સતત ઓલ ટાઈમ હાઈ બનવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ આખરે આજે નિફ્ટી છેલ્લા બધા રેકોર્ડ તોડીને શિખર પર પહોંચી ગયું છે. આ વચ્ચે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. 

ખુલતા જ બજારમાં તેજી 
હાલ ભારતીય શેર બજાર નવી ઉંચાઈ પર વ્યાપાર કરી રહ્યું છે. સેંસેક્સ સવારે 9.40 વાગ્યા પર 63600ની આસપાસ હતું. ત્યાં જ નિફ્ટી 18900ની આસપાસ રહ્યું છે. આ વચ્ચે નિફ્ટી-50માં અદાણી એન્ટરપ્રાઈઝના અને અદાણી પોર્ટના શેરોમાં તેજી જોવા મળી રહી છે. 

તેના ઉપરાંત ટાઈટન, JSW સ્ટીલ અને બજાજ ફાઈનાન્સના શેર પણ ડોઢ ટકા સુધી મજબૂત છે. જોકે પ્રાઈવેટ બેંકોના શેરમાં હલ્કુ દબાણ જોવા મળી રહ્યું છે. જાણકારો અનુસાર આવનાર સમયમાં નિફ્ટીનો ટ્રેન્ડ મજબૂત જોવા મળી રહ્યો છે. સાથે જ ગ્લોબલ માર્કેટથી આવી રહી છે પોઝિટિવ સંકેતોમાં નિફ્ટીમાં તાકાત ભરેલી છે. જેના સહારે ઐતિહાસિક ઉંચાઈને હાસિલ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ