બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / NIA released the names of 28 gangsters after investigating several cases related to gangsters

એક્શન / વિદેશમાં છુપાયેલ ગેંગસ્ટરોની હવે ખેર નહીં, NIAએ તૈયાર કર્યું 28 લોકોનું લિસ્ટ, ગોલ્ડી બરાર ટોપ પર

Priyakant

Last Updated: 02:33 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NIA દ્વારા લગભગ 28 ગેંગસ્ટરોના નામ અને તેમની ક્રાઇમની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ને સુપરત કરવામાં આવી

  • NIAદ્વારા ગેંગસ્ટર સંબંધિત ઘણા કેસોની તપાસ કર્યા પછી મોટી જાહેરાત
  • NIAએ લગભગ 28 ગેંગસ્ટરોના નામ અને તેમની ક્રાઇમની યાદી ગૃહ મંત્રાલયને સોંપી 
  • ગેંગસ્ટરના પંજાબ, UP, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કનેક્શન

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગેંગસ્ટર સંબંધિત ઘણા કેસોની તપાસ કર્યા પછી મોટી જાહેરાત કરી છે. વાત જાણે એમ છે કે, NIA દ્વારા લગભગ 28 ગેંગસ્ટરોના નામ અને તેમની ક્રાઇમની યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ને સુપરત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ગેંગસ્ટરના પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિત કેટલાક અન્ય રાજ્યો સાથે પણ કનેક્શન છે. 

NIA દ્વારા જાહેરાત કરાયેલ આ તમામ ગેંગસ્ટરો વિદેશમાં રહીને ભારતમાં ટાર્ગેટ કિલિંગ, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી સહિત અનેક મોટા  ગુનાહિત કેસોને અંજામ આપવામાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ તે ગેંગસ્ટરોના નામોની સૂચિ તૈયાર કરી છે જેઓ ભારત છોડીને વિદેશ ભાગી ગયા છે અને ત્યાંથી ભારતના ઘણા રાજ્યોમાં ગુનાહિત કેસોને અંજામ આપવાનું ચાલુ રાખે છે. 

મહત્વનું છે કે, હવે વિદેશ મંત્રાલય દ્વારા સંબંધિત દેશોને જાણ કર્યા પછી આ ગેંગસ્ટરો સામે કેવી રીતે કાર્યવાહી કરવી અને તેમને ભારત પ્રત્યાર્પણ કેવી રીતે કરવું તે અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગેંગસ્ટર સંબંધિત ઘણા કેસોની તપાસ કર્યા પછી આ લોકોના નામ અને સરનામાની યાદી જાહેર કરી છે. 

સૂત્રો મુજબ ગેંગસ્ટરોના નામ અને સ્થાન 

  • ગોલ્ડી બ્રાર ઉર્ફે સતીન્દરજીત સિંહ – મૂળ પંજાબનો રહેવાસી છે, પરંતુ કેનેડા કે અમેરિકામાં છુપાયેલો છે.
  • અનમોલ બિશ્નોઈ – મૂળ પંજાબનો રહેવાસી, પણ અમેરિકામાં છુપાયેલો છે.
  • કુલદીપ સિંહ – પંજાબનો રહેવાસી છે અને હાલમાં UAEમાં છુપાયેલો છે.
  • જગજીત સિંહ - પંજાબનો આ ગેંગસ્ટર હાલ મલેશિયામાં રહે છે.
  • ધર્મન કાહલોન – મૂળ પંજાબનો રહેવાસી અને હાલમાં અમેરિકામાં છુપાયેલો છે.
  • રોહિત ગોદારા - રાજસ્થાનનો રહેવાસી રોહિત હાલમાં યુરોપના એક દેશમાં છુપાયેલો છે.
  • ગુરવિંદર સિંહ – પંજાબનો રહેવાસી ગુરવિંદર કેનેડામાં છુપાયેલો છે.
  • સચિન થાપન - પંજાબનો રહેવાસી સચિન હાલમાં અઝરબૈજાનમાં છુપાયેલો છે.
  • સતવીર સિંહ – પંજાબનો રહેવાસી પરંતુ કેનેડામાં છુપાયેલો છે.
  • સંવર ધિલ્લોન - તે કેનેડિયન ગેંગસ્ટર છે, પરંતુ તેના પૂર્વજો ભારતીય હતા.
  • રાજેશ કુમાર - બ્રાઝિલમાં રહે છે.
  • ગુરપિન્દર સિંહ પંજાબનો રહેવાસી છે અને હાલમાં કેનેડામાં છુપાયેલો છે.
  • હરજોત સિંહ ગિલ – પંજાબ મૂળનો હરજોત હાલમાં અમેરિકામાં છુપાયેલો છે.
  • દરમનજીત સિંહ ઉર્ફે દરમન કાહલોન અમેરિકામાં છુપાયેલો છે.
  • અમૃત બલ અમેરિકામાં છુપાયેલો છે.
  • સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે કેનેડામાં છુપાયેલો છે.
  • ગુરપિન્દર સિંહ ઉર્ફે બાબા દલ્લા કેનેડામાં છુપાયેલો છે.
  • સતવીર સિંહ વારિંગ ઉર્ફે સેમ હાલમાં કેનેડામાં રહે છે.
  • લખબીર સિંહ લંડા કેનેડામાં છુપાયો છે.
  • અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલા - કેનેડામાં છુપાયેલો છે.
  • ચરણજીત સિંહ ઉર્ફે રિંકુ બિહલા - કેનેડામાં છુપાયેલો છે.
  • રામદીપ સિંહ ઉર્ફે રમણ જજ – કેનેડામાં છુપાયેલો છે.
  • ગૌરવ પટિયાલ ઉર્ફે લકી પટિયાલ - આર્મેનિયામાં છુપાયેલો છે.
  • સુપ્રીપ સિંહ હેરી ચટ્ટા – મૂળ પંજાબનો પરંતુ જર્મનીમાં છુપાયેલો છે.
  • મનપ્રીત સિંહ ઉર્ફે પીતા - મૂળ પંજાબનો પરંતુ હાલમાં ફિલિપાઈન્સમાં રહે છે.
  • રમનજીત સિંહ ઉર્મ રોમી હોંગકોંગ હાલમાં હોંગકોંગમાં રહે છે.
  • ગુરજંત સિંહ ઉર્ફે જનતા — ઓસ્ટ્રેલિયામાં રહે છે.
  • સંદીપ ગ્રેવાલ ઉર્ફે બિલ્લા હાલમાં ઈન્ડોનેશિયામાં રહે છે અને ભારતમાં ગુના કરી રહ્યો છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ