બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / NIA has prepared a list of 19 Khalistan terrorists, assets will be confiscated

કવાયત / કેનેડા, USA, દુબઇ... NIAએ તૈયાર કર્યું 19 ખાલિસ્તાની આતંકીઓનું લિસ્ટ, જપ્ત કરાશે સંપત્તિ, બંધ થશે ઇન્કમનો સોર્સ

Priyakant

Last Updated: 10:45 AM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Canada Tensions News: આતંકવાદને ડામવા માટે NIA એ ખાલિસ્તાની આતંકવાદીઓની નવી યાદી બનાવી, આ યાદીમાં એવા ઘણા લોકો સામેલ છે જે વિદેશમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે

  • ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ ભારત- કેનેડાના સંબંધોમાં કડવાશ
  • આતંકવાદને ડામવા માટે NIA એ ખાલિસ્તાની આતંકવાદીઓની નવી યાદી બનાવી
  • આ યાદીમાં એવા ઘણા લોકો સામેલ છે જે વિદેશમાં બેસીને રચી રહ્યા છેભારત વિરુદ્ધ ષડયંત્ર 

India-Canada Tensions : કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ ચરમસીમાએ છે. આ દરમિયાન પંજાબમાં આતંકવાદને ડામવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ખાલિસ્તાની આતંકવાદીઓની નવી યાદી બનાવી છે. હવે સરકાર તેમના આર્થિક સ્ત્રોતો બંધ કરવા પર કામ કરી રહી છે. આ યાદીમાં એવા ઘણા લોકો સામેલ છે જે વિદેશમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કર્યા બાદ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓની આ નવી યાદી તૈયાર કરવામાં આવી છે.

NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા ભાગેડુ ખાલિસ્તાનીઓની ભારતમાં તમામ મિલકતો જપ્ત કરવામાં આવશે. આ મિલકતો UAPAની કલમ 33(5) હેઠળ જપ્ત કરવામાં આવશે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદી એવા 19 ખાલિસ્તાની આતંકવાદીઓની તૈયાર કરવામાં આવી છે જેઓ વિદેશમાં રહીને ભારત વિરુદ્ધ ભારત વિરોધી પ્રચાર ચલાવી રહ્યા છે. આ યાદીમાં આ ખાલિસ્તાની આતંકવાદીઓના નામ સામેલ છે .

  • 1.પરમજીત સિંહ પમ્મા- UK 
  • 2.વધવા સિંહ (બબ્બર ચાચા) - પાકિસ્તાન
  • 3.કુલવંત સિંહ મુથડા- UK
  • 4.જય ધાલીવાલ -USA
  • 5.સુખપાલ સિંહ-UK
  • 6.હરપ્રીત સિંહ (રાણા સિંહ) - US
  • 7.સરબજીત સિંહ બેનૂર - UK
  • 8.કુલવંત સિંહ (કાંતા) - UK
  • 9.હરજાપ સિંહ (જપ્પી સિંહ) US
  • 10.રણજીત સિંહ નીતા - પાકિસ્તાન
  • 11.ગુરમીત સિંહ (બગ્ગા બાબા)
  • 12.ગુરપ્રીત સિંહ (બળવાખોર) - UK
  • 13.જસમીત સિંહ હકીમઝાદા - દુબઈ (ડ્રગ સ્મગલર)
  • 14. ગુરજંત સિંહ ધિલ્લોન- ઓસ્ટ્રેલિયા
  • 15- લખબીર સિંહ રોડે- કેનેડા
  • 16. અમરદીપ સિંહ પુરેવાલ- યુએસ
  • 17. જતિન્દર સિંહ ગ્રેવાલ- કેનેડા
  • 18. દુપિન્દર જીત- બ્રિટન
  • 19- એસ. હિંમત સિંહ- યુ.એસ

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર ડોઝિયર જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નિજ્જરે કેનેડાની ધરતી પર તેની સંસ્થાને તાલીમ, ધિરાણ અને સંચાલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. નિજ્જરે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની મદદથી પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી અને દેશના અન્ય ખાલિસ્તાની નેતાઓ સાથે સંબંધો બનાવવાનું શરૂ કર્યું હતું.  

આ તરફ દસ્તાવેજમાં જણાવાયું છે કે, તેણે પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં આતંકવાદી ગતિવિધિઓને પણ ભંડોળ પૂરું પાડ્યું હતું. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક નિજ્જરને કેનેડામાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા હુમલાખોરોએ 18 જૂને ઠાર માર્યો હતો. તે પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ