બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / NGT slapped Gujarat government with a fine of 2100 crores

બેદરકારી / NGTએ ગુજરાત સરકારને ફટકાર્યો 2100 કરોડનો દંડ: નદીઓના પ્રદૂષણને રોકવા 2021થી આપ્યો હતો આદેશ, છતાં હજુ નથી થયું આ કામ

Vishal Khamar

Last Updated: 11:23 AM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારને વેસ્ટ-સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટની ઉદાસિનતા ભારે પડી છે. NGT દ્વારા નિયમોનો ભંગ કરનાર રાજ્યો સામે કડક કાર્યવાહી કરી છે. તેમજ રાજ્ય સરકારને અસરકારક પગલા લેવા તાકીદ પણ કરવામાં આવી છે.

  • NGT એ ગુજરાત સરકારને 2100 કરોડનો દંડ ફટકાર્યો
  • સોલિડ વેસ્ટ-સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટની ઉતાસિનતા ભારે પડી
  • રાજ્ય સરકારને અસરકારક પગલા લેવા તાકીદ કરી

પર્યાવરણને નુકશાન કરતા ઘન-પ્રવાહી કચરો તેમજ નદીમાં ઠાલવવામાં આવતા દૂષિત પાણી છોડી NGT નાં નિયમનો ભંગ કરતા રાજ્યો સામે લાલ આંખ કરી છે. ત્યારે સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ખાતે પણ નિયમોની અમલવારી ન થતા NGT એ ગુજરાત સરકારને રૂા. 2100 કરોડનો દંડ ફટકાર્યો હતો. તેમજ રાજ્ય સરકારને અસરકારક પગલા લેવા તાકીદ પણ કરી હતી. 

NGT દ્વારા સરકારને પ્રદૂષિત પાણી નદીમાં ન છોડવા આદેશ કર્યો
ગુજરાત દિન પ્રતિદિન ઔધોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણને અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે. ત્યારે આજે પણ સાબરમતી નદી સહિત ગુજરાતની અનેક નદીઓ આજે પણ પ્રદૂષિત છે. તો સુપ્રિમ કોર્ટ તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ અનેક વખત સરકારને પ્રદૂષિત પાણી નદીમાં ન છોડવા માટે આદેશ કર્યો હતો. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ અમલવારી કરવામાં આવતી ન હતી. 

ફાઈલ ફોટો

સોલિડ વેસ્ટને લઈ જરૂરી પગલા લેવાયા નથી
અમદાવાદ શહેર દિન પ્રતિદિન હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ જેવી મેટ્રો સીટીમાં સોલિડ વેસ્ટને લઈ જરૂરી પગલા લેવાયા નથી. તો હજુ પણ ઘણી નગર પાલિકા દ્વારા ઘન કચરો તેમજ પ્રવાહી કચરાને અલગ કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી તો બીજી તરફ નગર પાલિકા વિસ્તારમાં કચરો ક્યાં નાંખવો તેની જગ્યા પણ ઉપલબ્ધ નથી. 

ગુજરાતમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા નથી
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા વર્ષ 2021 બાદ ઉભા કરાયેલ સુએજ ટ્રિટમેન્ટ પ્લાન ઉભા કરવા સૂચના આપી હતી. તેમ છતાં પણ ગુજરાતમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા નથી. ત્યારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્રદૂષણ કરતા મોટા તેમજ નાનાં ઉદ્યોગોને રૂા. 2.5 લાખથી માંડીને 1 કરોડનો દંડ ફટકારવાની સૂચના આપી આપવામાં  આવી હતી.  પ્રદૂષણનાં કારણે પર્યાવરણને ભારે નુકશાન થઈ રહ્યું છે. જેને ધ્યાને લઈ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કડક કાર્યવાહી કરી રાજ્ય સરકારને દંડ ફટકાર્યો છે. 
 

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે 10 રાજ્યોને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો

રાજ્ય દંડની રકમ
  (કરોડમાં)
તમિલનાડુ 15,819
મહારાષ્ટ્રને 12,000
ઉત્તરપ્રદેશ 5000
દિલ્હી 3132
ઓડિશા 1152
જમ્મુ કાશ્મીર 350
છત્તીસગઢ 1000
આસામ 1043
કર્ણાટક 3400
હિમાચલ 50

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ