બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Next 5 days Gujarat will be Korundhakor: Meteorological Department has predicted, see how much rain in which district so far

આગાહી / આગામી 5 દિવસ ગુજરાત રહેશે કોરુંધાકોર: હવામાન વિભાગે કરી આગાહી, જુઓ અત્યાર સુધી કયા જિલ્લામાં કેટલો વરસાદ

Vishal Khamar

Last Updated: 08:50 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 37 ટકા વરસાદ નોંધાયો છે.

  • 5 દિવસ વરસાદની શક્યતા નહિવત 
  • દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના 
  • સૌરાષ્ટ્રમાં એકાદ સ્થળે વરસાદ રહેશે 

 હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં એકાદ સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 37 ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં 605.7 મીમી વરસાદ નોંધાયો હતો. આગામી 5 થી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં ચોમાસાની સીઝનનો 71.67 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 71.67 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો સરેરાશ ગુજરાતમાં 25 ઇંચ વરસાદ વરસ્યો હોવાની માહિતી હવામાન વિભાગે આપી છે..વરસાદના ત્રીજા રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણના મોટાભાગના ડેમ અને તળાવ ઓવરફ્લો થયા છે. ત્યારે જિલ્લાવાર વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં વરસાદ વરસ્યો. જૂનાગઢમાં સિઝનનો 149  ટકા વરસાદ સાથે રાજ્યમાં સૌથી  મોખરે છે. તો જૂનાગઢ બાદ કચ્છમાં સિઝનનો 132 ટકા વરસાદ પડી ચુક્યો છે. તો ગીરસોમનાથમાં 126 ટકા અને રાજકોટમાં સિઝનનો 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જામનગર જિલ્લામાં પણ 107 ટકા વરસાદ નોંધાયો છે. તો દ્વારકામાં પણ 107 ટકા વરસાદ વરસી ચુક્યો છે. તો પોરબંદરમાં 98 ટકા અને ભાવનગરમાં સિઝનનો 95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બોટાદ જિલ્લામાં પણ 91 ટકા અને અમરેલી જિલ્લામાં સિઝનનો 83 ટકા વરસાદ વરસી ચુક્યો છે. મહત્વનું છેકે ગુજરાતના 38 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે..તો 93 તાલુકામાં 20થી 40 ઇંચ વરસાદ નોંધાયો. બીજી બાજુ 110 તાલુકામાં 10થી20 ઇંચ વરસાદ નોંધાયો. તો 10 તાલુકામાં માત્ર 5થી10 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સિઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે આવનારા સમયમાં સરેરાશ વરસાદ હજુ પણ વધવાની શક્યતા છે. 

ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ
ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરી રાહત કમિશનરશ્રી દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

સરદાર સરોવર ડેમમાં ૭૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ 
રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે માહિતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી આ૫વામાં આવી હતી. 
રાજ્યના ૨૦૭ જળાશય પૈકી ૧૧૯ જેટલા જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયેલા
સિંચાઇ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયો અંગે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૮૭ જળાશય હાઈએલર્ટ, ૧૬ જળાશય એલર્ટ અને ૧૫ જળાશય વોર્નિંગ પર છે. આમ, સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશય પૈકી ૧૧૯ જેટલા જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયેલા છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ બેઠકમાં કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી., પંચાયત, કોસ્ટગાર્ડ,   ઊર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ