બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Next 5 days are still heavy for Gujarat: Meghraja will strike as a disaster in these districts of the state

આગાહી / વરસાદે તો હદ કરી! ગુજરાત માટે હજુ આગામી 5 દિવસ ભારે: રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા આફત બની ત્રાટકશે

Priyakant

Last Updated: 03:25 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update News: હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે માઠા સમાચાર, હજુ આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદ નહીં છોડે પીછો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે થશે કમોસમી વરસાદ

  • રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર
  • કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ થઈ શકે વરસાદ

ખેડૂતોની માથેથી મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. આ વખતે ઉનાળામાં પણ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે કેરી, કપાસ, ઘઉં સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. તાજેતરમાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું છે, જેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવ્યો છે. ખેડૂતો વળતરની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. 

5 દિવસ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદ થશે. આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે. મહીસાગર, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. 

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ 
આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતત છે. 

આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ
આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો આવતી કાલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદની સંભાવના છે. 

29 એપ્રિલે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
29મી એપ્રિલે અમદાવાદ સહિત, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્યભરમાં ઉનાળાનો મિજાજ અલગ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમી વધી રહી છે. જ્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ