બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગર / રાજકોટ / Next 24 hours very 'heavy' for Gujarat, landfall point of cyclone fixed, new forecast of Meteorological Department
Vishal Khamar
Last Updated: 07:33 PM, 14 June 2023
ADVERTISEMENT
બીપોરજોય વવાઝોંડા લઈને હવામાન વિભાગના ઈન્ચાજ ડાયરેકટર ડો.મનોરમાં મોહંતીએ જણાવ્યું હતું કે, બિપોરજોયને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. હાલ વેરી સિવિયર સાયક્લોન જખૌ પોર્ટ દૂર છે. હાલ વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. તેમજ આવતી કાલે વેરી સિવિયર સાયક્લોન ઇન્ટેન્સિટી સાથે વાવાઝોડું ટકરાશે.
વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, મોરબી તેમજ જામનગરમાં જોવા મળશે
જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું જયારે ટકરાશે ત્યારે પવનની ગતી 125-150 km/h ની ઝડપ રહેશે. તેમજ અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે. કચ્છ, જામનગર, મોરબી દ્વારકા, રાજકોટમાં અમે વધુ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે. દ્વારકામાં, ઓખા, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT
દ્વારકામાં, ઓખા, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો : હવામાન વિભાગ
આ બાબતે હવામાન વિભાગનાં ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ પણ ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. ત્યારે હાલ વાવાઝોડું જખૌ બંદરેથી 260 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 કિમોમીટર છે. ત્યારે કાલે વાવાઝોડું જખૌ બંદરેથી પસાર થશે. આગામી 24 કલાકમાં દ્વારકામાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ કચ્છ, મોરબી, જામનગર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.