બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / news shukrawar upay remedies on friday laxmi ji shower blessings astro tips for money and happiness 2

Shukrawar Upay / શુક્રવારે બજારમાંથી લઇ આવો માતા લક્ષ્મીની આ મૂર્તિ, અપનાવો 12 ઉપાય, ભરાઇ જશે ખાલી તિજોરી

Manisha Jogi

Last Updated: 02:30 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે લક્ષ્મી માતાની પૂજાનું વિધાન છે. આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી નાણાંકીય સમસ્યા દૂર થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપાય જરૂર કરવા જોઈએ, જેથી સમસ્યાથી છુટકારો મળે છે.

  • શુક્રવારે લક્ષ્મી માતાની પૂજાનું વિધાન
  • નાણાંકીય સમસ્યા દૂર થાય છે
  • તમામ મનોકામના પૂર્ણ થાય છે

સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે. શુક્રવારે લક્ષ્મી માતાની પૂજાનું વિધાન છે. આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી નાણાંકીય સમસ્યા દૂર થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે. શુક્રવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. શુક્રવારના દિવસે આ ઉપાય જરૂર કરવા જોઈએ, જેથી સમસ્યાથી છુટકારો મળે છે. 

શુક્રવારના દિવસે આ ઉપાય કરો

  • જો તમે જીવનમાં સુખ મેળવવા માંગો છો, તે માટે આજના દિવસે માઁ લક્ષ્મી કમળ પર બેઠા પર હોય તેવો ફોટો લાવો અને મંદિરમાં સ્થાપિત કરો. ત્યારપછી લક્ષ્મી માતાને પુષ્પ અર્પણ કરો. ધૂપ અને દીવા કરીને તેમની પૂજા કરો. આ પ્રકારે કરવાથી જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે. 
  • સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે આજે એક રૂપિયાનો સિક્કો લો અને લક્ષ્મી માતા પાસે મુકો. હવે લક્ષ્મી માતાની પૂજા કરો અને પછી સિક્કાની પણ પૂજા કરો. હવે તે સિક્કો મંદિરમાં જ રાખો અને બીજા દિવસે તે સિક્કો લઈને લાલ કપડામાં બાંધીને તમારી પાસે રાખો. 
  • આરોગ્ય જળવાઈ રહે તે માટે શુક્રવારે લક્ષ્મી માતાના મંદિર શંખ અર્પણ કરો, લક્ષ્મી માતાને ઘી અને મખાનાનો ભોગ ધરાવો. હાથ જોડીને પ્રણામ કરો અને સારા આરોગ્ય માટે પ્રાર્થના કરો. 
  • ધન અને સંપત્તિમાં વૃદ્ધિ કરવા માટે શુક્રવારે માટીનો કળશ લઈને તેમાં ચોખા ભરો. ચોખા ઉપર એક રૂપિયાનો સિક્કો અને હળદરની ગાંઠ રાખો. હવે તે ઢાંકીને લક્ષ્મી માતાના આશીર્વાદ લો અને મંદિરના પૂજારીને દાનમાં આપી દો. 
  • શુક્રવારે મહત્ત્વપૂર્ણ ડીલ માટે બહાર જઈ રહ્યા છો, અને સફળતા મેળવવા માટે ઘરેથી બહાર નીકળતા પહેલા લક્ષ્મી માતાને પ્રણામ કરો અને તેમના આશીર્વાદ લો. દહીં અને ખાંડ ખાઈને ઘરેથી બહાર નીકળવું. 
  • બિઝનેસમાં આર્થિક લાભ મેળવવા માટે શુક્રવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો અને આસન પર બેસીને ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः। મંત્રનો 11 વાર જાપ કરો. 
  • બાળકોની આર્થિક પ્રગતિ નથી થઈ રહી તો શુક્રવારના દિવસે 11 કન્યાઓને ઘરે બોલાવીને ભોજન કરાવો. 11 કન્યાઓને ભોજન ના કરાવી શકો તો 9, 7, 5 અથવા 1 કન્યાઓને ભોજન કરાવી શકો છો. તમે કેટલી કન્યાઓને ભોજન કરાવો છો, તો તમારી શ્રદ્ધા પર નિર્ભર કરે છે. કન્યાઓને ભોજન કરાવ્યા પછી તેમના આશીર્વાદ લેવા. 
  • જીવનમાં ખુશીઓનો સંચાર કરવા માંગો છો, તો તે માટે શુક્રવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં ધારણ કરો અને લક્ષ્મી માતાને હાથ જોડીને પ્રણામ કરો. ડાબા હાથમાં પૂલ લઈને દેવી માતાના ચરણોમાં સમર્પિત કરો. ફૂલો પર માટીના દીવામાં ઘીનો દીવો કરો. દેવી માતાને લાલ ચુંદડી અર્પણ કરો.
  • જીવનસાથીની પ્રગતિ થાય તે માટે શુક્રવારે સ્નાન ધ્યાન કર્યા પછી લક્ષ્મી માતાના મંત્ર ’श्रीं ह्रीं श्रीं’નો 108 વાર જાપ કરો. 
  • જીવનમાં સારી પોઝિશન મેળવવા માટે શુક્રવારે લક્ષ્મી માતાને કેસરનો દીવો કરો. દૂધ-ચોખાની ખીર બનાવીને દેવી માતાને ભોગ ધરાવો. આ ખીર નાના બાળકોને ખવડાવો અને તમે પણ પ્રસાદી લો. 
  • ઘરમાં આર્થિક સંકટ ના સર્જાય તે માટે શુક્રવારે સ્નાન કર્યા પછી એક વાટકીમાં હળદર લો અને તેમાં પાણી મિશ્ર કરો. હવે તે પાણીથી ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ પર પગના નાના ચિહ્ન દોરો. હવે દરવાજાની બંને બાજુ સાથિયા દોરો અને લક્ષ્મી માતાનું ધ્યાન કરો. 
  • પરિવારમાં સુખ અને સમૃદ્ધિ થાય તે માટે શુક્રવારના દિવસે લક્ષ્મી દેવી અને ગણેશ ભગવાનની માટીની મૂર્તિ લો અને ઘરના ઈશાન ખૂણામાં લાકડાની ચોકી અથવા કોઈ વાસણમાં મુકો. હવે તેમને દૂધથી સ્નાન કરાવો. ત્યારપછી શુદ્ધ જળથી સ્નાન કરાવો, હવે તે મૂર્તિ વાસણમાંથી કાઢીને, કપડાથી લૂછીને મંદિરમાં સ્થાપિત કરો. વાસણમાં રહેલ પાણી અને દૂધ ઘરમાં છાંટી દો. હવે લક્ષ્મી માતા પાસે ઘીનો દીવો કરો અને બે હાથ જોડીને પ્રણામ કરો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ