બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / new WhatsApp feature in beta version to undo deleted messages

તમારા કામનું / WhatsApp નું એવું ફીચર જે જાણી સૌ કોઈ ખુશ થઈ જશે... આ રીતે પાછા આવી જશે Delete Message

MayurN

Last Updated: 04:47 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ વપરાશકર્તાઓને મળશે નવું એક ફીચર્સ હવે ભૂલથી ડીલીટ કરેલ મેસેજ પણ ફરીથી લાવી શકશે. આ ફીચર્સ હાલ બીટા વર્ઝનમાં અવેલેબલ છે.

  • વોટ્સએપ પર આવશે નવું એક ફીચર્સ 
  • ભૂલથી મેસેજ ડિલીટ ફરીથી લાવી શકાશે
  • હાલ આ ફીચર્સ બીટા ફેઝમાં લાગુ

વોટ્સએપ વપરાશકર્તાના અનુભવને સુધારવા માટે સમયાંતરે અપડેટ્સ બહાર પાડે છે. આ એપ દ્વારા હાલમાં જ ઘણા એવા ફિચર્સ રજૂ કરવામાં આવ્યા છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ટૂંક સમયમાં જ વોટ્સએપ યુઝર્સને એક નવું ફીચર મળવાનું છે, જેની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. 

ભૂલથી ડિલીટ થયેલ મેસેજ ફરી લાવી શકશો
હવે વાત થઇ રહી છે ડિલીટ કરેલા મેસેજને રિકવર કરવાની. આ મદદથી તમે ભૂલથી ડિલીટ થયેલા મેસેજને રિકવર કરી શકો છો. WhatsApp ટ્રિકની મદદથી તમે તમારી ભૂલ સુધારી શકો છો. આ ફીચરને વોટ્સએપ ફીચર્સ પર નજર રાખતા ટ્રેકિંગ પોર્ટલ WABetaInfo દ્વારા જોવામાં આવ્યું છે. એટલે કે આ ફીચર હાલ બીટા ફેઝમાં છે.

કેવી રીતે કામ કરશે WhatsAppનું નવું ફિચર
આ સુવિધા અન્ય પ્લેટફોર્મ પર અનડુ ફીચરની જેમ જ કામ કરશે. WABetaInfo એ આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો  છે. જેવો તમે કોઈ મેસેજ ડિલીટ કરશો કે તરત જ તમને થોડી સેકન્ડ્સ મળી જશે.

રિકવર થશે મેસેજ
આ સમય દરમિયાન જો તમને લાગે કે આ મેસેજ ભૂલથી ડિલીટ થઇ ગયો છે તો તમે તેને રિકવરી કરી શકો છો. એટલે કે, તમે ડિલીટ કરેલા મેસેજને રિકવર કરી શકો છો. વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.22.18.13 પર જોવા મળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ