બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / new parliament building national flag hoisting congress mallikarjun kharge cwc hyderabad meeting

સંસદ ભવન / નવી સંસદના ગજ દ્વાર પર થશે ધ્વજારોહણ: સામેલ નહીં થાય કોંગ્રેસ નેતા ખડગે, 15 ઓગસ્ટમાં પણ નહોતા આવ્યા, જુઓ શું કારણ આપ્યું

Manisha Jogi

Last Updated: 08:51 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશેષ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સંસદ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સંસદ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે.

  • સોમવારથી સંસદના વિશેષ સત્રની શરૂઆત
  • સંસદ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવશે
  • આ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શામેલ નહીં થાય

 
સોમવારથી સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. વિશેષ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સંસદ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સંસદ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે. 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ કાર્યક્રમમાં શામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ આ સમારોહમાં શામેલ નહીં થાય છે. મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મુક્યો છે કે, તેમને ખૂબ જ મોડા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યસભા મહાસચિવ પીસી મોદીને પણ પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. 

કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીના અવસરે 17 સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમ છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને 15 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સરકારને પહેલેથી જ જાણકારી હતી કે, હૈદરાબાદમાં 16-17 સપ્ટેમ્બરના રોજ અમારી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજાઈ રહી છે. 

આ ચિટ્ઠી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે, ‘હું આ ચિટ્ઠી ખૂબ જ નિરાશા સાથે લખી રહ્યો છું. સંસદ ભવનમાં યોજાનાર ધ્વજારોહણ માટે મને 15 સપ્ટેમ્બરના રોજ સાંજે આમંત્રણ આપવામાં આવ્યું, જે ખૂબ જ મોડુ આમંત્રણ આપવામાં આવ્યું છે. હું CWCની બેઠકમાં હૈદરાબાદમાં હોઈશ. આ કાર્યક્રમ પહેલેથી જ આયોજિત છે. હું 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે દિલ્હી પરત ફરીશ, તેથી આવતીકાલે સવારે ધ્વજારોહણ કાર્યક્રમમાં શામેલ નહીં થઈ શકું.’

કાર્યક્રમમાં કોણ હાજર રહેશે
લોકસભા સચિવાલય અનુસાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંસદ ભવનના ગજદ્વાર પર ઝંડો લહેરાવશે. આ અવસરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ, કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન તથા રાજ્યસભા અને લોકસભાના વિવિધ પક્ષોના નેતાઓ પણ હાજર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ