બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / New Labour Law mandate companies to compensate for over 30 unused leaves

ગુડ ન્યૂઝ! / New Labour Law: નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ, 30 વધારે રજાઓ ભેગી થઈ હશે તો મળશે આટલા રૂપિયા!

Arohi

Last Updated: 04:38 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Labour Law: નવા શ્રમ કાયદા હેઠળ કર્મચારીઓને 30 દિવસની વધારે રજા પર પૈસા ઉપરાંત બે દિવસની રજા મળશે. પરંતુ અઠવાડીયાના બાકી દિવસોમાં કામના કલાકો વધી જશે.

  • નોકરીયાત માટે ખુશખબર 
  • જાણો શ્રમ કાયદામાં શું થયા ફેરફાર 
  • 30થી વધારે રજાઓ પર મળશે પૈસા 

દેશમાં કર્મચારીઓના કામ અને જીવનની વચ્ચે સંતુલન રાખવા માટે શ્રમ કાયદામાં મોટો ફેરફાર કરવામાં આવશે. ચાર નવા શ્રમ કાયદામાં ફેરફારની વાત ચાલી રહી છે. જો આમ થશે તો કંપની પાસેથી 30 દિવસથી વધારે રજા વધી હોવા પર કર્મચારીઓને પૈસા મળશે. આ નિયમ હજુ સુધી લાગુ થયા નથી. 

નવા કાયદામાં શું થયો છે ફેરફાર? 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્ય સ્થિત સંહિતા, 2020 અનુસાર એક કર્મચારીને એક કેલેન્ડર યરમાં 30 દિવસથી વધુ પેઈડ લીવ ન વધેલી હોવી જોઈએ. જો કર્મચારી પાસે 30 દિવસથી વધારે પેઈડ લીવ છે તો કંપનીએ 30 દિવસથી વધારે દિવસના પૈસા ચુકવવા પડશે. 

આ કાયદાને લાવવા પાછળ સરકારનો હેતુ છે કે લોકોને વર્ષમાં અમુક નિશ્ચિત રજાઓ મળી શકે અને તેમના માટે કરવા માટે સારો વર્કિંગ કંડીશન કોડ લાગુ કરી શકાય. 

સંસદમાંથી પાસ થયો શ્રમ કાયદો 
આમ તો ભારતમાં લેબર કોડ નિયમોને લાગુ કરવાની માંગ ઘણા સમયથી થઈ રહી છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે ભારતમાં ચાર શ્રમ કાયદા લાંબા સમયથી સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યા છે. આ શ્રમ કાયદા કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સંહિતા દ્વારા પણ સંહિતાબદ્ધ છે. માટે રાજ્યોમાં પણ પાસ કરવા પડશે. તેના બાદ જ તેને આખા દેશમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ