બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / New employment This city has become a mini Surat peoples luck has shined

નવી રોજગારી / આ શહેર બની ગયું મિની સુરત, જ્યાં ધમધમે છે હીરાના 50 થી વઘુ કારખાનાં, ચમક્યું લોકોનું નસીબ

Kishor

Last Updated: 11:44 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉન બાદ 700 રત્નકલાકારો સુરતના બદલે મહિસાગર હીરા ધસવાનુ કામ શરૂ કર્યું જેના થકી આજે 50 થી વધુ કારખાના કાર્યરત થતા મહીસાગર જિલ્લો મીની ડાયમંડ હબ બની ગયો છે.

  • મહીસાગર જિલ્લો બન્યું મીની સૂરત
  • જિલ્લામાં હીરા ધસવાના 50 થી વઘુ કારખાનાં થયા કાર્યરત
  • 20 હજાર ડાયમંડ ધસાઇને સૂરત મોકલાય છે

લોકડાઉનમાં રોજગારી છીનવાઇ જતાં 700 રત્નકારો સુરતના બદલે મહિસાગર હીરા ધસવાનુ કામ શરૂ કર્યું જેના થકી આજે જિલ્લાના કારખાનાંમાં 1500 થી 2000 હજાર રત્નકારોને રોજી રોટી મળી રહે છે. કારખાનાંઓ માં રોજ 20 હજાર ડાયમંડ ધસાઇને સૂરત મોકલાય છે. કોરોના બાદ જિલ્લામાં 35 જેટલા હિરા ધસવાના કારખાનાં ખુલ્યા મહિસાગરમાં તૈયાર થયેલા હિરાઓ મોટાભાગના ચાઇના જાય છે. દેશભરમાં હીરા ધસવાના કારખાનાંઓ સૂરત શહેરમાં આવેલા છે. ત્યારે ચાઇના જતાં કુલ હિરાઓ માં 15 ટકા જેટલા હિરાઓ મહિસાગર જિલ્લામાંથી ધસાઇ જતાં હોવાનું જાણીને આશ્ચર્ય થાય છે. મહિસાગર જિલ્લો હિરાના કારખાનાં માટેનું મીની સુરત બન્યું છે. 

1500 જેટલા રત્નકારો કામ કરીને મેળવે છે રોજીરોટી
જિલ્લામાં હિરા ધસવાના 50 થી વઘુ કારખાનાંઓ આવેલા છે. મહિસાગર જિલ્લામાં હીરા ધસવાના કારખાના ઓમા છેલ્લા 10 થી 15 વર્ષથી છે. પણ કોરોના બાદ 35 જેટલા હિરા ધસવાના કારખાનાંઓ શરૂ થતા સ્થાનીક યુવાનોને રોજગારી મળે છે.જિલ્લામાં 50થી વધુ હીરા ધસવાના કારખાનાં ઓ મા રોજ 20 હજાર જેટલા હીરાઓને ધસીને સૂરત મોકલવામાં આવે છે. મહિસાગરમાં મીડીયમ હીરાઓનું કામ થયા છે. જેમાંથી મોટાભાગના હીરાઓ ચાઇના સહિત વિદેશોમાં જાય છે હિરા ધસવાના કારખાનાંઓ માં કુલ 1500 જેટલા રત્નકારો કામ કરીને રોજીરોટી મેળવે છે. 

 
700 જેટલા કારીગરો સુરતને બદલે મહિસાગરમાં હીરા ધસવાનું કામ શરૂ કર્યુ 
કોરોના મહામારીમાં લોકડાઉન બાદ મહિસાગર જિલ્લાના 700 જેટલા કારીગરો સુરતને બદલે મહિસાગરમાં હીરા ધસવાનું કામ કર્યુ છે. હિરાનું 25 ટકા કામ સૂરતમાં થયા બાદ 75 ટકા કામ મહિસાગર જિલ્લામાં કરવામાં આવે છે. રોજ એક કારીગર 100 થી 150 ડાયમંડનું કામ કરીને મહિને 10 થી 12 હજારની કમાણી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કારખાનાંઓ માં 50 હજાર ડાયમંડમાંથી બે હજાર ડાયમંડ ફેઇલ જતા નુકસાની સંચાલકને ભોગવી પડે છે. હીરાના કારખાનાંના સંચાલકોને સરકાર તરફથી યોગ્ય માર્ગદર્શન સાથે સહાય આપવામાં આવે તો મહિસાગર હીરા ધસવાનું સુરત બાદ મુખ્ય કેન્દ્ર બની શકે તેમ છે.

હિરાનું 75 ટકા કામ મહિસાગરમાં થાય છે
હિરાનું 75 ટકા કામ મહિસાગરમાં થાય છે. મહિસાગરમાં લીમડીયા ચોકડી પર 16, વડાગામમાં 11, વિરપુર તાલુકામાં 5, બાકોરમાં 2, લુણાવાડામાં 5, મુનપુરમાં 1, કડાણામાં 1, મલેકપુરમાં 1 તથા વરધરી સહિત જિલ્લામાં 50 થી વધુ હિરા ધસવાના કારખાનાંઓ આવેલા છે. કારખાનાંઓ માં એક હિરો ત્રણ રત્નકારોમાં હાથમાંથી પસાર થઇને તૈયાર થયા છે.સૂરતથી 25 ટકા કામ કરીને ધાટ વાળો મિડીયમ ડાયમંડ મહિસાગર આવ્ય બાદ રત્નકાર ડાયમંડના મથાળાં કરવાના 4.50 થી 6 રૂ, પેલ કાપવાના 4.30 થી 6 રૂ   તથા તળીયાનું કામ 7 થી 9 રૂ સુધીનું કામ કરીને 75 ટકા હીરાનું કામ પુર્ણ કરે છે. રત્નકારો રોજ 100 થી 150 હિરાનું કામ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ