બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / never tie kalawa people of aries and leo zodiac signs shani dev becomes unhappy according to astro science

ધર્મ / આ 2 રાશિના જાતકોએ ભૂલથી પણ રક્ષા સૂત્ર ન બાંધવું, નહીં તો શનિદેવ થઇ શકે કોપાયમાન, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 11:06 AM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાળાછડી 3 રંગ મિશ્ર થઈને બને છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે. નાળાછડી હાથમાં ત્રણ વાર જ બાંધવી જોઈએ. પૂજા પાઠ દરિયાન લાલ અને પીળા રંગનું વિશેષ મહત્ત્વ છે.

  • હાથમાં નાળાછડી બાંધવાને શુભ માનવામાં આવે છે
  • કઈ રાશિના જાતકોએ નાળાછડી બાંધવી
  •  કઈ રાશિના જાતકોએ નાળાછડી ના બાંધવી

હિંદુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન હાથમાં નાળાછડી બાંધવાની પરંપરા છે અને તે શુભ માનવામાં આવે છે. આ નાળાછડી 3 રંગ મિશ્ર થઈને બને છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે. નાળાછડી હાથમાં ત્રણ વાર જ બાંધવી જોઈએ. પૂજા પાઠ દરિયાન લાલ અને પીળા રંગનું વિશેષ મહત્ત્વ છે. આ દરમિયાન પૂજામાં ભાગ લેતા તમામ ભક્તગણો લાલ અને પીળા રંગના કપડા પહેરે છે. કઈ રાશિના જાતકોએ નાળાછડી બાંધવી અને કઈ રાશિના જાતકોએ નાળાછડી ના બાંધવી તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

નાળાછડીનું મહત્ત્વ
સનાતન ધર્મમાં નાળાછડીનું વિશેષ મહત્ત્વ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક- નાળાછડી બાંધવાથી અનેક સમસ્યાઓ સામે રક્ષણ મળે છે. આ કારણોસર તેને રક્ષાસૂત્ર માનવામાં આવે છે. આ નાળાછડી ત્રણ વાર જ વીંટવી જોઈએ.

કયા હાથમાં નાળાછડી બાંધવી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુરુષ અને અપરિણીત યુવતીઓએ જમણા હાથમાં નાળાછડી બાંધવી જોઈએ. પરિણીત મહિલાઓએ ડાબા હાથમાં બાંધવી જોઈએ. 

નાળાછડી બાંધવાના લાભ
ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ હાથમાં નાળાછડી બાંધે છે, તે વ્યક્તિ પર માઁ લક્ષ્મી અને હનુમાનની વિશેષ કૃપા રહે છે. લાલ રંગની નાળાછડી બાંધવાતી સૂર્ય અને મંગળની સ્થિતિ મજબૂત થાય છે અને નાણાંકીય યોગ બને છે. 

બે રાશિના જાતકોએ નાળાછડી ના બાંધવી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર અને કુંભ રાશિના જાતકોએ નાળાછડી ના બાંધવી જોઈએ. આ રાશિના જાતકોના સ્વામી શનિદેવ છે અને શનિદેવને લાલ રંગ પ્રિય નથી. આ પ્રકારે કરવાથી શનિદેવ નારાજ થઈ શકે છે. 

કઈ રાશિના જાતકોએ નાળાછડી બાંધવી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃશ્વિક, મેષ અને સિંહ રાશિના જાતકોએ નાળાછડી બાંધવી જોઈએ. આ પ્રકારે કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. મેષ અને વૃશ્વિક રાશિના સ્વામી મંગળ છે અને સિંહ રાશિના સ્વામી મંગળ છે. સૂર્ય અને મંગળને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ