બ્રેકિંગ ન્યુઝ
VTV / Never do these four mistakes while cooking in the kitchen, it increases the risk of the pressure cooker bursting
Last Updated: 06:31 PM, 14 October 2022
ADVERTISEMENT
જો જીવવું હોય તો ખાવું જરૂરી છે. એ વાત આપણે બધા જાણીએ છીએ. દરરોજનું જમવાનું કા તો આપણે બનાવીએ છીએ અથવા તો કોઈ આપણે બનાવીને આપે છે. આપણે રસોડામાં રસોઈ બનાવવા માટે વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ કરીએ છીએ પણ એમાંથી સૌથી વધુ કોઈ વસ્તુનો ઉપયોગ કરતાં હોઈએ તો એ છે પ્રેશર કુકર.
ADVERTISEMENT
લગભગ દરેક વસ્તુઓ બાફવા અને બનાવવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ થાય છે. પરંતુ પ્રેશર કુકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તમારી કોઈ એક નાની ભૂલ તમારા માટે જીવલેણ બની શકે છે. એટલા માટે જ કુકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ..
પ્રેશર કુકર વાપરતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલ
પહેલી ભૂલ
પ્રેશર કુકરની સિટી પરથી અઆપણે અંદાજો લગાવીએ છીએ કે અંદર રહેલ વસ્તુઓ કેટલી બફાઈ છે. એવામાં કુકરમાં સિટીનો રોલ ઘણો મહત્વનો છે પણ ઘણી વખત એવું બને છે કે સિટીમાં ભૂલથી ક્યારેક ચોખાના દાણા, કઠોળ કઈં પણ કુકરની સીટીમાં ફસાઈ જતું હોય છે અને લોકો તેના પર ધ્યાન નથી આપતા. એટલા માટે તમારે કૂકરની સીટીને બરાબર સાફ કરવી જોઈએ. જો કૂકરની સીટીને બરાબરસાફ નહીં હોય તો કૂકર ફૂટી શકે છે.
બીજી ભૂલ
ઘણી વખત લોકો જુના કૂકરનો પણ ઉપયોગ કરતા રહે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કૂકર પણ બગડી શકે છે અને તેમાં તિરાડ પડી શકે છે. જો તમારા કુકરમાં તિરાડ પડી ગઈ હોય તો તમારે કૂકરનો ઉપયોગ ન કરવો જોઈએ, આનાથી કુકર ફાટવાનું જોખમ અનેકગણું વધી જાય છે.એટલા માટે કુકરને તુરંત બદલી લેવું એ સારો વિકલ્પ છે.
ત્રીજી ભૂલ
તમે જ્યારે પણ પ્રેશર કુકરનો ઉપયોગ કરો ત્યારે તમારે ધ્યાન આપવું પડશે કે તમારે તેમાં યોગ્ય માત્રામાં નાખવું જોઈએ. દાળ, બટાકા કે ચોખા વગેરે નાખ્યા પછી જ પાણી ઉમેરો. જણાવી દઈએ કે કૂકરમાં પાણી ન હોય કે ઓછું હોય તો એવી સ્થિતિમાં સૂકા કૂકરમાં વધુ વરાળ ભરાય છે અને તે ફાટવાનું જોખમ વધી જાય છે.એટલા માટે કઈં પણ બાફવા મૂકો ત્યારે તેમાં પાણીનું પૂરતું ધ્યાન રાખો.
ચોથી ભૂલ
પ્રેશર કુકરના ઢાંકણમાં રબરની રિંગ ચઢાવેલ હોય છે જેનું કામ વરાળ અને પાણીને બહાર નીકળતા અટકાવવાનું હોય છે. આ રીંગને લઈને ક્યારેય બેજવાબદાર ન રહો. કુકરની સીટી સમય પર અને આખી વાગે એના માટે પણ આ રબર ઉપયોગી છે. એટલા માટે ખાસ કરીને કુકરનો સારો અને સલામતીવાળો ઉપયોગ કરવા માટે તેને દર ત્રણ મહિને એ રીંગને બદલવી જોઈએ નહીં તો કુકર ફાટી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT