બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 03:14 PM, 24 September 2022
ADVERTISEMENT
નેહા કક્કરે ફાલ્ગુની પાઠકના ગીત 'મેને પાયલ હૈ છનકાઈ' ને કર્યું રિક્રિએટ
બૉલીવુડ સિંગર નેહા કક્કર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. 'તુમ કો બારીશ પસંદ હૈ' ગીતના સુપરહિટ થયા બાદ હવે નેહાએ પોતાનું નવું ગીત 'ઓ સજના' રીલીઝ કર્યું હતું. આ ગીત પોતાના જમાનાની સૌથી લોકપ્રિય સિંગર રહેલી ફાલ્ગુની પાઠકના ગીત 'પાયલ હૈ છનકાઇ'નું રિક્રિએટેડ વર્ઝન છે. આ ગીતને લઈને નેહા કક્કરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે અને હવે તેણે પોતાના હેટર્સને જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર નેહાએ ટ્રોલર્સને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે પોતાના ટેલેન્ટ, હાર્ડ વર્ક અને પેશનના દમ પર જ આજે બૉલીવુડની સુપરહિટ સિંગર છે. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર સશેર કરેલી આ પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે, તે બાળકોથી લઈને 80-90 વર્ષના વૃદ્ધો સુધીની ફેવરીટ સિંગર છે.
ADVERTISEMENT
નેહાએ કહ્યું હું અહીં મારા દમ પર છું
હવે નેહા કક્કરે સોશિયલ મીડિયા પેટ આટલી નફરત જોયા બાદ આ જવાબ આપ્યો છે. તે લખે છે કે હું આજે કેવું અનુભવી રહી છું - હું આજે જે કંઇપણ છું, ખૂબ જ ઓછા લોકો તે મેળવી શકે છે, એ પણ આટલી નાની ઉંમરમાં. આ પ્રકારની ફેમ, અગણિત હિટ સોંગ્સ, સુપરહિટ ટીવી શોઝ, વર્લ્ડ ટૂર, બાળકોથી લઈને 80-90 વર્ષની ઉંમર સુધીના ફેન્સ અને શું નહીં. તમને ખબર છે આ બધુ મેં કેવી રીતે મેળવ્યું છે - પોતાના ટેલેન્ટ, પેશન, હાર્ડ વર્ક અને પોઝિટીવીટીના દમ પર. એટલા માટે આજે જે મારી પાસે છે, તેના માટે હું ભગવાનને ધન્યવાદ કરું છું. ધન્યવાદ હું આ દુનિયાની સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. તમને સૌને ખુશહાલ જીવન માટે શુભકામનાઓ.
શું ફાલ્ગુની પાઠક પણ છે નેહા કક્કરથી નારાજ?
નેહા કક્કરે વર્ષ 1999માં ફાલ્ગુની પાઠકના રીલીઝ થયેલા ગીત મેને પાયલ હૈ છનકાઇને રિક્રિએટ કર્યું છે. આ ગીત પોતાના સમયનું સુપરહિટ ગીત હતું. આજે પણ 90sના લોકો આ ગીત પસંદ કરે છે. નેહાના ગીતને સાંભળ્યા બાદ સોશિયલ મીડિયા પર સિંગરને ટ્રોલ કરવામાં આવી રહી છે. યૂઝર્સે કહ્યું કે નેહા કક્કર પર આઇકોનીક સોંગને નષ્ટ કરવાનો આરોપ લાગવો જોઈએ. આ બધા વચ્ચે ફાલ્ગુની પાઠક પણ નેહા કક્કરથી નારાજ જોવા મળી હતી. ફાલ્ગુની પાઠકે ઇન્સ્ટાગ્રામ પર નેહા કક્કરને ટ્રોલ કરવામાં આવેલા મિમ્સ અને મેસેજ શેર કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.