બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Negligence of U.S. Pizza in Jamnagar: Cockroach emerges from pizza

આરોગ્ય સાથે ચેડાં / જામનગરમાં આઇસ્ક્રીમ બાદ હવે Pizzaમાંથી વંદો નીકળ્યો: U.S પિઝા સ્ટોરની ચોંકાવનારી ઘટના, ફૂડ વિભાગ તપાસમાં જોતરાયો

Malay

Last Updated: 12:58 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar News: જામનગરમાં યુ.એસ પિઝાના પિઝામાંથી નીકળ્યો વંદો, મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કરી તપાસ.

  • પિઝા ખાવાના શોખીનો સાવધાન 
  • પંચવટી રોડ પાસેના U.S.પિઝાની ઘટના 
  • ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાં નીકળ્યા વંદા 

Jamnagar News: જો તમે પણ ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર ખાવાના શોખીન છો અને તેનું સતત સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમદાવાદ બાદ હવે જામનગરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી વંદો નીકળ્યો છે. જામનગર U.S પિઝા સેન્ટર ખાતે પિઝામાંથી વંદો નીકળતા ખળભળાટ મચી ગયો છે. જેનો વીડિયો વાયરલ થતાં ફૂડ વિભાદની ટીમે તપાસ હાથ ધરી છે. 

યુ.એસ.પિઝાના પાર્લરની ઘટના
જામનગરના પંચવટી રોડ પાસેના આવેલા U.S.પિઝા સ્ટોરમાં એક ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે ગ્રાહકે પિઝાનું બોક્સ ખોલી પિઝો ખાવાની શરૂઆત કરી ત્યારે પિઝામાં વંદો જોવા મળ્યો હતો. જે બાદ ગ્રાહકે આનો વીડિયો ઉતારી લીધો હતો અને સમગ્ર મામલે પિઝા સ્ટોરના સંચાલકને જાણ કરી હતી. 

પિઝામાંથી નીકળ્યો વંદો
જે બાદ ગ્રાહકે આ વીડિયો વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્ટિવ થઈ ગયું હતું. જે બાદ ફૂડ વિભાગે જામનગરના પંચવટી રોડ પાસેના U.S.પિઝા સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી. આપને જણાવી દઈએ કે આ મહિને જ અમદાવાદમાંથી પણ આવી ત્રણ જેટલી ઘટનાઓ સામે આવી હતી.

અમદાવાદમાં પણ પિઝામાંથી નીકળી હતી જીવાત
તાજેતરમાં જ અમદાવાદના જોધપુરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. આ અગાઉ પણ બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. જે બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.

No description available.

પિઝાનું બોક્સ ખોલતા જ નીકળા જીવડા
વિગતવાર વાત કરીએ તો શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ પાછળ આવેલા લા પિનોઝ પિઝામાં બપોરના સમયે કેટલાક યુવકો પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાં તેઓ એર લાર્જ અને એક સ્મોલ પિઝા મંગાવ્યો હતો. પિઝા આવ્યા બાદ જ્યારે તેનું બોક્સ ખોલ્યું ત્યારે તરત એમાંથી જીવડા નીકળવા લાગ્યા હતા. જે બાદ આ યુવકોએ આનો વીડિયો ઉતાર્યો હતો, તો લા પિનોઝ પિઝા સેન્ટરના સંચાલકને જાણ કરી હતી, જેથી તેઓએ પોતાની ભૂલ સ્વીકારીને રિફંડ આપવાની વાત કરી હતી. જે બાદ આ યુવકો દ્વારા આ પિઝા સેન્ટરના રસોડામાં જઈને તપાસ કરતા ત્યાંથી પણ અનેક જીવડા જોવા મળ્યા હતા. એટલું જ નહીં લોટમાં પણ જીવડા જોવા મળ્યા હતા. જે બાદ અન્ય લોકોને જાગૃત કરવાના હેતુથી યુવકોએ વીડિયો શેર કર્યો હતો.

Germs came out of the pizza box of La Pinoz in Ahmedabad

પિઝા સેન્ટર કરાયું સીલ
આ અંગેની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી. બંને ટીમો તાત્કાલિક આ પિઝા સેન્ટર ખાતે દોડી આવી હતી અને રસોડામાં તપાસ કરીને પિઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ