બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / NCP chief Sharad Pawar's 'secret' meeting with Ajit Pawar sparks political buzz

કાકા-ભત્રીજા કેમ મળ્યાં / મહારાષ્ટ્રમાં મોટો ટ્વિસ્ટ, શરદ પવાર- અજિતે ખાનગીમાં 'રાંધી લાપસી', ઉદ્યોગપતિના બંગલે 1 કલાક સિક્રેટ મીટિંગ

Hiralal

Last Updated: 10:35 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ફરી એક વાર મોટો રાજકીય ઘટનાક્રમ થયો છે. શરદ પવાર અને તેમની પાર્ટીના બાગી નેતા અજિત પવાર વચ્ચે 1 કલાક સિક્રેટ બેઠક થઈ હતી.

  • મહારાષ્ટ્રમાં ફરી નવો રાજકીય ઘટનાક્રમ 
  • શરદ પવાર અને અજિત પવાર ખાનગીમાં એક કલાક મળ્યાં
  • ઉદ્યોગપતિ અતુલ ચોરડિયાને બંગલે થઈ બેઠક 

મહારાષ્ટ્રમાં ફરી એકવાર નવો રાજકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. શનિવારે એનસીપી પ્રમુખ શરદ પવાર અને પાર્ટીના બાગી નેતા અજિત પવાર વચ્ચે ગુપ્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉદ્યોગપતિ અતુલ ચોરડિયાની મહત્વની ભૂમિકા રહી હતી અને આ બેઠક તેમના બંગલે યોજાઈ હતી. આ બેઠકમાં કાકા-ભત્રીજા વચ્ચે શું વાત થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર અને અજિત વચ્ચેની આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. 

કાકા-ભત્રીજાની મુલાકાત બાદ રાજનીતિમાં જાતજાતની ચર્ચાઓ 
કાકા-ભત્રીજા વચ્ચેની આ મુલાકાત બાદ રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય શિરસાતે કહ્યું કે શરદ પવાર 2024 માં પીએમ મોદીને ટેકો આપી શકે છે.

ગત મહિને અજિત પવારે કર્યો હતો બળવો 
ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવવા જેવો ઘાટ થયો હતો જ્યારે અજિત પવારે બળવો કર્યો હતો. તેમણે એનસીપીના ઘણા દિગ્ગજ ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની શિંદે સરકાર સાથે હાથ મિલાવ્યા હતા. આ પછી અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા અને બીજા ઘણા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ