બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Navsari police exposed the Chaddi Banyan gang of Dahod

નવસારી / દિવસે કડિયા કામ કરવાની સાથે રેકી, રાત્રે ચડ્ડી બનિયાન પહેરી કરતાં ઘરફોડ, નવસારી LCBએ 8ની કરી ધરપકડ, તપાસમાં ફોન કોલનું રહસ્ય ખૂલ્યું

Kishor

Last Updated: 09:48 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી પોલીસે દાહોદની ચડ્ડી બનિયાન ગેંગનો ખુલાસો કરી 15 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી 8 આરોપીઓની ધરપકડ કરી છે.

  • નવસારી શહેરમાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધ્યા
  • દાહોદની ચડ્ડી બનિયાન ગેંગનો પર્દાફાશ
  • પોલીસે જિલ્લાના એરૂ ગામેથી ચોરી કરવા જતી ટોળકીને ઝડપી પાડી

શિયાળાની શરૂઆતની સાથે ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધી જતા હોય છે તેવી સ્થિતિ જન્મી છે. ખાસ નવસારી શહેરમાં પણ ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધ્યા છે. ઘરફોડ ચોરીના કિસ્સાને ડામવા માટે જિલ્લા એલસીબી પોલીસે ધરેલા અભિયાનમાં દાહોદની ચડ્ડી બનિયાન ગેંગનો ખુલાસો કરી 15 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી 8 આરોપીઓની ધરપકડ કરી છે.

Navsari police exposed the Chaddi Banyan gang of Dahod

નવસારી જિલ્લામાં ઘર ચોરીના વધી રહેલા કિસ્સાઓને પગલે નવસારી જિલ્લા એલસીબી પોલીસે ગુનાઓને શોધી કાઢવા માટેનું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટેશનને સાથે રાખીને અસંધિગ્ધ પ્રવૃત્તિ કરતા તત્વો પર નજર રાખવામાં આવી હતી જેમાં જિલ્લાના એરૂ ગામેથી ચોરી કરવા જતી ટોળકીને ઝડપી પાડી છે મૂળ દાહોદ જિલ્લાના અને કડિયાકામ કરી ગુજરાત ચલાવતા ચડ્ડી બનીયાન  ગેંગના આઠ સભ્યોની 6 લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરી છે

આરોપીઓ નામ

  • ટીટુભાઈ માવી
  • વનાભાઈ મેડા
  • રાજેશ ઉર્ફે ગોજો પરમાર
  • કનેશ ગનાવા 
  • નસરૂ પરમાર 
  • ધર્મેશ માવી
  • મુકેશ ભુરીયા 
  • નરેશ ડામોર 

આ તમામ આરોપીઓ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવીને નવસારીના વિવિધ બાંધકામ પ્રોજેક્ટમાં કડિયા કામ કરી ગુજરાન ચલાવતા હતા. કામ કરવાની સાથે પોતાના રહેણાંક નજીક મકાનોમાં રેકી કરતા હતા અને દાહોદ જિલ્લામાંથી પોતાના સાગરીતોને ટેલીફોનિક સંપર્કો કરીને ચોરી કરવા માટે બોલાવતા હતા. સાથે મળીને મોઢા પર માસ્ક બાંધી માત્ર ચડ્ડી અને બનીયાન પહેરીને ચોરીને અંજામ આપતા હતા. મોટાભાગે બંધ ઘરોને નિશાન બનાવતી આ ટોળકીએ અત્યાર સુધીમાં નવસારી વલસાડ ભરૂચ અને આનંદ જિલ્લાઓમાં ૧૫થી વધુ ઘરફોડ ચોરીઓ કરી છે તમામ સાધનો જિલ્લા એલસીબી પોલીસે ધરપકડ કરી છે અને હજુ વધુ ગુનાઓ કર્યા છે કે કેમ?? અને કર્યા છે તો કયા જિલ્લાઓમાં કર્યા છે??  એની તપાસ હાથ ધરી છે....

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ