બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Navratri 2023: What to keep in mind while playing Garba in Navratri

નવરાત્રી 2023 / ગરબા રમવામાં હાર્ટ એટેકનો કેટલો ખતરો? કેવા સંજોગોમાં હાર્ટ રમતું બંધ થશે? આ બે સ્ટેપ લેતા લોકોને ડોક્ટરે આપી ચેતવણી

Vishnu

Last Updated: 03:53 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુવા રાસ, ડાકલા રાસ જેવા એનર્જી વાળા રાસ રમતા પહેલા ખાસ ધ્યાન રાખવું, નાના-નાના રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવું વધુ હિતાવહ

 

  • નવરાત્રીમાં હાર્ટ એટેકનો વધતું જોખમ
  • હેવી ફૂડ લઈને તરત ઉછળકૂદ ન કરવી
  • લાગણીનો આવેગ પણ હૃદય રોગનું જોખમ નોતરી શકે
  • https://youtu.be/qMh15eI5e5g

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં ઉછાળો આવ્યો છે. આગામી નવરાત્રી પર્વને લઈને રાજકોટ જિલ્લા કલેકટરે નવરાત્રીના આયોજકો સાથે બેઠક યોજી હતી. જેમાં નવરાત્રી રાસોત્સવના આયોજનોમાં ડોકટરોની ટીમોને સ્ટેન્ડ બાય રાખવા આદેશ કરવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે માત્ર રાજકોટમાં જ એક મહિનામાં 108ને 450 કોલ હાર્ટ એટેકના આવ્યા હતા. ઘણા એવા પણ બનાવો સામે આવ્યા છે જેમનું ગરબા રમતા રમતા મોત થયું છે. માટે પહેલા ચેતી જવું જરૂરી છે. રાજકોટ કલેકટર, સાંસદ અને ડોકટર આ મુદ્દાને ગંભીર રીતે જોતાં બેઠકનું આયોજન પણ કર્યું હતું. વીટીવીએ અલગ અલગ ડોકટર પાસે થી જાણ્યું કે ગરબા રમતા સમયે ,પહેલા પછી શું કરવું. આવો જાણીએ જાણીતા તબીબ શું કહી રહ્યા છે.

સમગ્ર મામલે રાજકોટ IMA પ્રેસિડેન્ટ ડૉ. પારસ શાહ જણાવે છે કે ખેલૈયાઓને ગરબા રમવા પહેલા વોર્મઅપ કરવું જોઈએ, તેમજ આયોજકોએ સતત 2 કલાક ખેલૈયાઓને ન ગરબા રમાડવા ન જોઈએ અને આ 2 કલાકમાં પણ નાના-નાના રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવું જોઈએ. સાથે જ આયોજકોને ડોક્ટરોના સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી છે અને આયોજકો અને તેમની ટીમને IMAના ડોક્ટરો CPRની ટ્રેનિંગ આપશે તેવી જાહેરાત પણ કરી છે.

ખેલૈયાઓને જો પોતાનામાં કઈ અસામાન્ય લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, ગરબા આયોજકોએ ગ્રાઉન્ડ ઉપર મેડિલ ઇમર્જન્સીની વ્યવસ્થા ઉભી રાખવા, અને ખેલૈયાઓ બહુ ગીચમાં ન રમાડવા અપીલ કરાઈ છે. રાજકોટના વેદાંત હોસ્પિટલના ICUના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંદિપ હરસોળાએ કહ્યું હતું યુવાનોમાં નશાનું પ્રમાણ પણ ખુબ વધી રહ્યું છે.. જેમ કે તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા, પાન, માવા અને દારૂ જેવા વ્યસન વધી ગયા છે.ત્યારે આ બધી સ્થિતિના કારણે હવે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધારે જોવા મળી રહ્યાં છે.ત્યારે રાસ ગરબા અને ભુવા રાસ દરમિયાન હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યાં છે જે મામલે ડોક્ટર સંદિપે કહ્યું કે ભુવારાસ અને ગરબા ખુબ ઉત્સાહ અને જુસ્સાથી રમવામાં આવે છે.જ્યારે એની સામે રેગ્યુલરમાં વર્કઆઉટ એટલુ કરવામાં આવતુ ન હોય. ત્યારે જ્યારે આપણે અચાનક એનર્જી સાથે આ પ્રકારના રાસ રમીએ ત્યારે એક સાથે વધુ એનર્જીનો સ્ત્રાવ થવાથી આવી ઘટનાઓ બને છે.

હાર્ટ એટેક પહેલા જોવા મળે છે આવા લક્ષણો, ભૂલથી પણ ન કરતા ઇગ્નોર નહીંતર  પસ્તાવાનો પાર નહીં રહે | know what are the symptoms that can be seen before  heart attack

ડો. સંદિપ હરસોળાએ યુવાનો, માતા-પિતા અને આયોજકોને અપીલ કરતા કહ્યું કે જે યુવાનો અને બાળકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધારે હોય અથવા તો ઘરમાં કોઈ સ્ટ્રેસ હોય તેવા લોકોનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.બાળકોને વચ્ચે વચ્ચે થોડો વિરામ આપવો જોઈએ.અને આ રાસ-ગરબા રમે તે પહેલા તેઓની સ્ટેમિના બિલ્ડ અપ થતી હોવી જોઈએ.તો આ પ્રકારના બનાવો બનતા અટકી શકે છે. આ સાથે જ જે લોકોને ડાયાબિટીસ કે બીપી જેવા રોગો હોય તેમને ખાસ કાળજી રાખવી જોઈએ.કારણ કે ગરબા દરમિયાન શારીરિક શ્રમથી હાર્ટ બેસી જાય અથવા તો અમુક લાગણીના આવેગમાં પણ હાર્ટ બેસી જવાની શક્યતા વધારે રહે છે. જેથી ખેલૈયાઓએ નવરાત્રી દરમિયાન ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

આ લોકોને હોય છે હાર્ટ અટેકનો સૌથી વધુ ખતરો, બચવા માટે આજથી જ પાળો આ પરેજી |  These people have the highest risk of heart attack, to avoid add this on  your

 

ડો. રાજેશ તૈલીએ જણાવ્યું કે 25 વર્ષ કે તેનાથી નાની ઉંમરના લોકોનું જે મૃત્યુ થાય છે તેમાં હાર્ટ એટેક નહીં પણ હર્દયની અંદરના સ્નાયુમાં અથવા તો વાલ્વની આંતરિક રોગ જવાબદાર હોય છે.યુરોપમાં તો એવું પણ જોવા મળ્યું છે કે જે લોકોને ભારે કોરોના થયો હોય જેને હ્રદય ઉપર સોજો આવી ગયો હોય તેવા લોકોમાં તાત્કાલિક મૃત્યુ થવાનું જોખમ વધારે રહે છે. જેથી ત્રણ બાબતોને ખાસ લક્ષ્યમાં રાખવી જોઈએ કે નાની ઉંમરમાં હાર્ટ એટકે અથવા કોઈ હ્રદયમાં તકલીફ હોય, ભારે કોરોના થયો હોય તો આવા કેસમાં તાત્કાલિક મૃત્યુની સંભાવના વધી જાય છે. શારીરિક શ્રમથી હાર્ટ બેસી જાય એ જરૂરી નથી પણ અમુક લાગણીના આવેગમાં પણ હાર્ટ બેસી જવાની શક્યતા વધારે હોય છે.

તપાસ કોની પાસે કરાવવી?

ત્યારે યુવાનોને જો આ પ્રકારની કોઈ તકલીફ હોય તો ગરબા રમતા પહેલા તેમને ડોક્ટરી તપાસ કરાવી લેવી ખુબ જ જરૂરી છે. સાદો કાર્ડિયોગ્રામ, હ્રદયનો ઈકો અને જરૂર લાગે તો હ્રદયનો MRI કરીને પણ જાણી શકાય છે.દરેક માતા-પિતાએ પોતાના સંતાનને ગરબા રમવા મોકલતા પહેલા કેટલીક ખાસ તકેદારી રાખવી જોઈએ.હેવી ફૂડ કે જંગ ફૂડ લઈ ને તરત ઉછળ કૂદ ન કરવી બે અઢી કલાકના વિરામ પછી ગરબા રમવા જોઈએ, તીખું,તળેલું,સ્વીટ ખોરાક કે વાનગીથી દુર રહેવું વધુ હિતાવહ છે. 

 

તમારા કુટુંબીઓમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવેલો છે
જેમ કે તમારા પરિવારમાં કોઈને નાની ઉંમરમાં હાર્ટ એટેક આવેલો છે, પરિવારમાં કોઈનું યુવાન વયની ઉંમરે તત્કાળ મૃત્યુ થયું છે, જેને ગરબા રમવા મોકલો છો તેને નાની ઉંમરમાં કોરોના થયેલો છે કે નહીં, સામાન્ય દાદરો ચડવામાં થાક લાગવો, થોડોક શ્રમ કરવાથી ચક્કર આવી જવા, શ્વાસમાં તકલીફ, સાધારણ શ્વાસ લેવામાં તકલીફ પડવી તો જો તમારા બાળકોમાં આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો તેને ગરબા રમવા ન મોકલવા અથવા તો ખુબ જ કાળજી રાખવી

108માં દર મહિને 400 કરતા વધુ હાર્ટ એટેક કેસ
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે, દર મહિને રાજકોટ શહેર અને જિલ્લામાં 400 થી 450 જેટલા હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. 108 દ્વારા હાર્ટ એટેકના કેસ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં 42 અને શહેરી વિસ્તારમાં 22 છે. દરરોજ 15 જેટલા કેસ સામે આવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સમાં AED મશીન પણ રાખવામાં આવ્યા છે જેથી હૃદય બંધ પડી ગયું હોય તો શોક આપી શરૂ કરી શકાય. જે વિસ્તારમાં અર્વાચીન રાસોત્સવમાં થતા હશે તેને હોટ સ્પોટ પણ જાહેર કરવામાં આવશે. જ્યાં એમ્બ્યુલન્સ સતત આંટાફેરા કરતી રહેશે. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આયોજકોને પણ એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી ગેટ આપવા સૂચના આપવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ