બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Navratri 2023 akhand jyot right direction according to vastu shastra

જ્યોતિષ શાસ્ત્ર / નવરાત્રીમાં માતાજીની અખંડ જ્યોત પ્રગટાવતા પહેલાં જાણી લેજો સાચી દિશા, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

Arohi

Last Updated: 09:43 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023 Akhand Jyot: નવરાત્રીમાં ઘણા લોકો ઘરે માતાજીની અખંડ જ્યોત પ્રગટાવે છે. 9 દિવસ સુધી માતાજી ઘરમાં બિરાજમાન રહે છે. આવો જાણીએ કે માતાજીની જ્યોતિ રાખવાની યોગ્ય દિશા કઈ છે.

  • 15 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી 
  • 9 દિવસ ભક્તો કરશે માતાજીની પૂજા 
  • અખંડ જ્યોતને લઈને રાખજો આ સાવધાની 

શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. આ દિવસથી આવતા 9 દિવસ સુધી ઘરમાં માતાજી બિરાજમાન રહેશે. આશા મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે 15 ઓક્ટોબરે શારદીય નવરાત્રી શરૂ થઈને 23 ઓક્ટોબર સુધી ચાલશે. 

વાસ્તુ નિયમોનું કરો પાલન 
નવરાત્રી વખતે આપણે વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે યોગ્ય દિશામાં યોગ્ય રીતે કામ કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમયમાં માતાજીની અખંડ જ્યોતને ઘરમાં ક્યા અને કઈ દિશામાં પ્રગટાવવી જોઈએ આવો જાણીએ તેના વિશે. 

નવરાત્રીની પૂજા અખંડ જ્યોત વગર અધૂરી માનવામાં આવે છે. માટે આ સમયમાં ઘરમાં માતાજીની અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. વાસ્તુ અનુસાર માતાજીની જ્યોત પ્રગટાવવા માટે આગ્નેય કોણ એટલે કે પૂર્વ દક્ષિણ દિશા શુભ માનવામાં આવે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે પૂજા વખતે જ્યોતનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રહે. 

એ વાતનું ધ્યાન રાખો કે નવરાત્રીમાં માતાની અખંડ જ્યોતની અગ્ની ઉપરની તરફ વધતી હોય. આ શુભ સંકેત છે. એવી માન્યતા છે કે જો ઉત્તર દિશામાં અખંડ જ્યોતની ફ્લેમ હોય તો ધનલાભ થાય છે અને દક્ષિણ દિશામાં દિવાની ફ્લેમ હોવાથી ધનહાની થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ